________________
ગઇ. એના ઘાતક એવાથી તેને એ ગાવા આપશે
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૩૭ ગઇ. એ ગ્લાનિ રાણીની વાતને આભારી નહોતી, પણ રાજાએ પોતાના વાળને યૌવનના ઘાતક એવા વૃદ્ધાવસ્થાના શસ્ત્ર તરીકે લેખ્યો અને એમાંથી રાજાને જે વિચાર ઉદ્ભવ્યો. તેને એ ગ્લાનિ આભારી હતી.
રાજાના મનને દૂભાતું જોઇને રાણીએ કહ્યું કે- “દેવ ! આપ શું વૃદ્ધાવસ્થાથી લાજો છો ?' કે જેથી માત્ર એક જ ધોળા વાળને જોઇને દુ:ખ પામો છો ? આપને જો આપના વૃદ્ધભાવના પ્રકાશનથી દુઃખ થતું હોય, તો આપણે પટકની ઉદ્દઘોષણા કરીને લોકને એવી નિષેધ આજ્ઞા ફરમાવી દઇએ કે- આપના વૃદ્વભાવની વાત પણ કોઇ કરે નહિ.
આ શબ્દો રાણીના હૃદયમાં રહેલી રાજા પ્રત્યેની સાચી હિતચિન્તાના સૂચક છે. પોતાને ધારી પ્રેરણા કરવી હતી, એ માટે જ રાણીએ આવું કહ્યું હતું, પણ રાજા ય અણસમજુ નહિ હતો. ધોળા વાળને જોઇને, એને તો એમ થઈ ગયું હતું કે- “હું કેવો મૂઓં કે આટલી ઉમર વહી ગઇ ત્યાં સુધી હું રાજગાદી ઉપર ચીટકી રહ્યો છું અને ભોગસુખોમાં જ લીન બની રહ્યો છું.?' મારા પૂર્વજોની રીતિને બટ્ટો લગાડ્યો. મારા પૂર્વજો તો વૃદ્ધાવસ્થા આવતાં પહેલાં રાજ્યનો અને ભોગનો ત્યાગ કરીને વનવાસે ચાલ્યા જતા. એમનો ઉત્તરાધિકારી હું ઘરડો થવા આવ્યો તોય હજુ અહીં બેઠો છું.
આ રાજા શ્રી જિનધર્મને પામેલા નથી, મિથ્થામતિ છે, પણ ઇતરોમાંય એવું હતું કે-માણસ જ્યાં ઉમર લાયક થયો એટલે તો એણે ભોગાદિકનો ત્યાગ કરવો જોઇએ. માથાનો ધોળો વાળ જોતાં આજે આ વિચાર સ્પર્શ પણ ખરો ? પૂરોગામિઓથી ય તમને આવો બોધપાઠ મળે ખરો ? તે નહિ તો ઉત્તરાધિકારિઓને આવો બોધપાઠ આપી શકાય તો સારૂં એવી પણ તમારી ઇચ્છા ખરી ?
રાજાએ તો ઝટ નિર્ણય કર્યો કે-નાની ઉંમરના પણ પુત્રને રાજગાદીએ બેસાડી દઇને વનવાસે ચાલ્યા જવું અને પોતાની આ વિચારણા રાણીને પણ વાતચીતમાં જણાવી દીધી. રાણી કહે છે કે-હું