________________
૧૩૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
યૌવન, એ માણસને કેટલી બધી પ્રિય વસ્તુ છે ? એના રક્ષણને માટે માણસ કેટકેટલા પ્રયત્નો કરે છે ? યૌવનના રક્ષણને માટે જરૂર લાગી જાય, તો ભયંકર હિંસાને આચરવાનું મન પણ થાય ને ? જેને યૌવન આટલું બધું પ્રિય હોય, તેને વૃદ્ધાવસ્થા અતિશય અપ્રિય હોય-તે સ્વાભાવિક જ છે. યૌવન અને જીવનની લાલસા જેટલી તીવ હોય, તેટલી જ વૃદ્ધાવસ્થા અપ્રિય હોય; કારણ કે-વૃદ્ધાવસ્થા આવે એટલે ભોગમાં વાંધો પડે અને મરણ હવે નહિકમાં છે એમ લાગે. ને ભોગ માટે જ જીવનનો અને જુવાનીનો ખપ હોય છે, તેઓ તો ધોળા વાળના દર્શન માત્રથી પણ આઘાત પામે છે. વિવેકી આત્માઓ એવી રીતિએ મુંઝાતા નથી. ધોળા વાળને જોતાં જ તેમને એમ થાય છે કે-હવે તો બેફામ નહિ જ રહેવું જોઇએ. હવે તો મરણ આવે તે પહેલાં જેટલું સધાય તેટલું સાધી લેવું જોઇએ. વૃદ્ધાવસ્થાને અને એ દ્વારા મરણની પણ નિકટતાને સૂચવનારા ધોળા વાળને જોઇને તો એમ માનવું જોઇએ કે-આ ધર્મરાજાનો દૂત છે. એવું માનવાને બદલે મુંઝાઇ જવું અને મરણને આવું ઠેલવાનો પ્રયત્ન કરવો, એમાં કશું જ શાણપણ નથી. મરણને ઠેલવાનો પ્રયત્ન કરવાથી, તે આવતું અટકી જાય એવું બનતું નથી. જન્મેલા એ મરવાના જ. જે ળે એ નિયમા મરે, એ તો સૌને માટેનો શાશ્વત નિયમ. આથી શાણા માણસો તો એ કહેવાય, કે જેઓ વહેલા નહિ તો છેવટે મરણની આગાહીને પામ્યા પછી તો એકદમ સાવધ બની જાય અને કાળ પોતાને તેનો કોળીયો બનાવી દે, તે પહેલાં તો સાધવાજોગું સાધી લેવાને તત્પર બને. શાણા માણસો તો એવા અવસરને પામીને પોતાના સ્નેહિઓ આદિને પણ ઉચિત રીતિએ એવું જ સૂચન કરે.
અહીં રાણી ધારિણીએ એમ જ કર્યું છે. પોતાના પતિ સોમચન્દ્ર રાજાને તેમના માથામાંનો ધોળો વાળ બતાવીને રાણીએ કહ્યું કે- “પ્રાણેશ! આ કેશરાજ ધર્મના દૂતનું કાર્ય કરનારો હોઇને પ્રશસ્ય છે.' - રાણીની આ વાતને સાંભળીને રાજાના મુખ પર ગ્લાનિ આવી