________________
૧૩૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
શકે અને એથી એ જીવમાં એવા પ્રકારનો ધર્મરાગ પણ જન્મી શકે; પરન્તુ સાચો ધર્મરાગ તો કોઇ પણ રીતિએ તેના હૈયામાં જન્મી શકે નહિ. અચરમાવર્ત કાલ, એ વિષય-કષાયની આવી જબરી આધીનતાનો કાળ હોય છે અને એથી જ એને ઉપકારિઓએ “ભવ-બાલ-કાલ' ની ઉપમા આપી છે. ધર્મ-યૌવનકાલ” ની ઉપમાનું કારણ :
ચરમાવર્તકાલ, એ યુવાનીનો કાળ છે. પુરૂષાર્થની વધુમાં વધુ શકયતા કોઇ પણ કાલમાં હોય તો તે યુવાનીના કાળમાં જ હોય છે. યુવાનનું લોહી થનગને છે. એની તાકાત ઉછાળા મારે છે. અનુભવિઓ યુવાનીને દીવાની કહે છે, કારણ કે-એ ઉંમરમાં જયારે ભોગરાગ જન્મે છે, ત્યારે ભોગરાગના બળે જીવપૂર્વની બધી બાલક્રીડાઓને મૂર્ખાઇભરી માનતો બને છે, ભોગમાં સુખ માનતો બને છે અને જોર કરતી શકિતઓ એને ભોગમાં ભાનભૂલો પણ બનાવી શકે છે. એકવાર એ જ જીવ ધૂળનાં ઘર બનાવવા વિગેરે રમતો આદિની બાલક્રીડાઓમાં જ રાચ્યો-માથ્યો રહેતો હતો. જુવાની આવતાં, એ ક્રીડાઓની અરૂચિ જન્મે છે અને તેનું કારણ ભોગરાગ છે. આવી જ રીતિએ, અનન્તાનન્ત કાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવને માટે ચરમાવર્ત કાલ એ યુવાનીનો કાળ છે. એ. યુવાનીના કાળમાં જ જીવમાં સાચો ધર્મરાગ પ્રગટી શકે છે. જીવમાં જ્યારે સાચો ધર્મરાગ પ્રગટે છે, એટલે ભોગરાગના યોગે યુવાનને જેમ બાલક્રીડાઓ તરફ અરૂચિભાવ પ્રગટે છે અને ભોગમાં જ આનંદ આવવા માંડે છે, તેમ સાચા ધર્મરાગને પામેલા ચરમાવર્તવર્તી ભવ્ય જીવને પણ વિષય-કષાયની આધીનતામાં અચરમાવર્ત કાલમાં જે આનંદ આવતો હતો તે આનંદ આવતો નથી અને વિષય-કષાયની આધીનતાના બળે જે કીડા આદિ તે કરતો હતો, તેના તરફ અરૂચિભાવ પ્રગટે છે. પછી તો જુવાનને જેમ ભોગવિના ચેન પડતું નથી, તેમ ચરમાવર્તમાં આવવાથી યુવાનીને પામેલો અને તેની અનુકૂળતા થતાં બીજાં પણ કારણોનો સમાગમ થયેથી ધર્મરાગને પામેલો