________________
ચૌદ ગુણસ્થાનક માગ-૧
૧૩૩
પણ ભવ્ય જીવને ચરમ પુદ્ગલપરાવર્ત કાલમાં જ પ્રાપ્ત થાય છે-એમ કહીને, શાસકાર પરમષિએ તેના સમર્થનમાં ભવિતવ્યતા આદિ પાંચેય કારણોનું, તેના પ્રધાન-ગૌણભાવનું અને તેના સમાગમથી થતી કાર્યસિદ્ધિ આદિનું વર્ણન કર્યું છે. ‘ભવ-બાલકાલ’ ની ઉપમાનું કારણ ઃ
ઉપકારિઓએ ચરમાવર્તની પહેલાંના કાળને ‘ભવબાલકાલ' તરીકે અને ચરમાવર્તના કાલને ધર્મયૌવનકાલ' તરીકે ઓળખાવ્યો છે. ભવ એટલે સંસાર અને સંસાર એટલે વિષય-કષાયની આધીનતા. એ આધીનતા પણ કેવી ? બાલકને જેમ બાલક્રીડામાં જ આનંદ આવે. બાલક્રીડાને છોડવાની વાત જેમ બાળકને સાંભળવી પણ ગમે નહિ, એને તમે પરાણે બાલક્રીડામાંથી રોકી રાખો અગર સંયોગવશ એને બાલક્રીડામાંથી રોકાઇ રહેવું પડે તોય એનું મન તો જેમ બાલક્રીડામાં જ રમતું હોય, તેમ ચરમાવર્તની પૂર્વેના કાળમાં જીવને વિષય અને કષાયની આધીનતામાં જ આનંદ આવે છે. એ કાળમાં વિષય-કષાયની આધીનતા પ્રત્યે સુગ પેદા કરવાના તમે લાખ પ્રયત્નો કરો, તોય એના હૈયામાં કોઇ પણ રીતિએ વિષય-કષાયની આધીનતા પ્રત્યે સુગ જ્યે જ નહિ. વિષયકષાયની આધીનતાના યોગે જન્મતી બાલક્રીડાઓનો જ્યારે સંયોગ ન હોય, ત્યારે પણ અચરમાવર્તવર્તી જીવનું મન તો વિષય-કષાયની આધીનતાના આનંદમાં જ રમતું હોય. એવો જીવ જો તેવા પ્રકારના સંયોગો પ્રાપ્ત થતાં ધર્મક્રિયાઓ કરવાને અન્યની પ્રેરણાથી અગર અન્યની પ્રેરણા વિના પણ પ્રેરાય, તો પણ એનું મન તો વિષય-કષાયની ક્રીડાઓનો બાહાપણે કરેલો અલ્પ ત્યાગ પણ, એ ક્રીડાઓને સારી રીતિએ આચરવાના હેતુથી જ અથવા તો ગતાનુગતિકપણે જ હોય. આથી એ જીવ કદાચ અનંતીવાર પણ ધર્મક્રિયાઓ કરે, તોય એના હૈયામાં સાચો ધર્મરાગ જન્મી શકે જ નહિ. વિષય-કષાયજન્ય સુખનું રસાધન પુણ્ય છે અને આ ધર્મક્રિયાઓ એ પુણ્યનું કારણ છે-આવું તો એના હૈયામાં ઉગી