________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૩૧ તે પણ સદા કાળને માટે અટકી જાય છે. આ છેલ્લા આવર્તના કાલ દરમ્યાન જીવને જો પુણ્યોદયે ધર્મસામગ્રી મળી જાય છે અને લઘુકમિતા આદિનો જો યોગ થઇ જાય છે, તો તે મોક્ષાભિલાષ આદિને પામી શકે છે. મોક્ષભલાષ આદિને પામવા છતાં પણ જીવને હેયોપાદેય આદિનું સમ્યજ્ઞાન તો જ્યાં સુધી તેનો સંસારકાળ છેલ્લા અડધા પુદ્ગલપરાવર્તથી અધિક બાકી હોય છે, ત્યાં સુધી પ્રગટી શકતું જ નથી. આમ છતાં પણ ચરમાવર્ત કાલના તે અર્ધ પગલપરાવર્તની પહેલાના કાળમાં જીવને હેયોપાદેયનો સામાન્ય ખ્યાલ આવી શકે છે. છેલ્લા અડધા પુદ્ગલપરાવર્તમાં આવ્યા પછીથી લઘુકમિતા આદિનો યોગ થયા બાદ સઓજ્ઞાનને પામેલા જીવોનું પણ તે સમ્યજ્ઞાન છેલ્લા અડધા પુદ્ગલપરાવર્તના અન્ત સુધી ટકયું જ રહે, એવો પણ નિયમ નથી. એમ પણ બને કે-અડધા પુદ્ગલપરાવર્ત કાલમાં આવ્યા પછીથી લઘુકમિતા આદિનો યોગ થતાં સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનાદિ પ્રગટ્યું હોય અને સમ્યકૂચારિત્ર ગુણ પણ પ્રગટ્યો હોય, છતાં પણ તેવા પ્રકારના નિમિત્તાદિને પામીને કર્મના વશથી જીવ પતનને પામી જાય અને તેનો હેયોપાદેયનો વિવેક તો રહે. ફરી પાછો તે ઉપાદેયમાં હેયબુદ્ધિવાળો અને હેયમાં ઉપાદેયબુદ્ધિવાળો બની જાય. મોક્ષાભિલાષને પામ્યા પછીથી મોક્ષાભિલાષા આદિના સંબંધમાં પણ આવું બની શકે. મોક્ષાભિલાષ આદિન માટે અને સમ્યગ્દર્શનાદિને માટે આવું સર્વ જીવોને માટે બનતું નથી, પણ જે જીવોને માટે આવું બની જાય છે, તે જીવો પણ પુનઃ મોક્ષાભિલાષાદિને અને સમ્યગ્દર્શનાદિને પામીને એ જ આવર્તને અત્તે નિયમા મોક્ષને પામે છે. આથી સ્પષ્ટ થાય છે કે-મોક્ષને માટેનો પુરુષાર્થ આ ચરમાવર્ત કાલમાં જ જીવ કરી શકે છે. આ કાળ પહેલાં તો જીવમાં મોક્ષને માટેનો પુરૂષાર્થ કરવાની વૃત્તિ જ પેદા થઇ શકતી નથી. સાચો ધર્મરાગ પણ. જીવમાં આ ચરમાવર્ત કાલમાં જ પ્રગટી શકે છે, પણ તે પહેલાં તેવો ધર્મરાગ પણ જીવમાં પ્રગટી શકતો નથી. તે પહેલાંના કાળમાં તો જીવ