________________
૧૪૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
મળવાનું નક્કી કર્યું હતું તે સ્થાન તરફ તે ચાલ્યો.
ભવિતવ્યતાનો યોગ એવો વિચિત્ર છે કે-રાજા પ્રસન્નચંદ્રને પોતાના નાના ભાઇને મળવામાં વિલંબ થવાનો છે તેમજ બન્ને ભાઇઓ મળે તે પહેલાં તો વલ્કલચીરીનું એક વેશ્યાપુત્રીની સાથે લગ્ન થવાનું છે તથા એ નિમિત્તે જ બન્ને ભાઇઓનું મિલન થવાનું છે, એટલે અહીં આટલે સુધી આવેલી વેશ્યાઓની બાજી બગડી જાય છે. પુરૂષાર્થ કરવા છતાં પણ કાર્યસિદ્ધિમાં ભવિતવ્યતાની અનુકૂળતાની પણ કેટલી બધી જરૂર પડે છે, તે આ પ્રસંગ ઉપરથી પણ સમજી શકાય તેમ છે.
વેશ્યાઓએ વલ્કલચીરીને જે સ્થળે મળવાનું કહેલું, તે સ્થળ તરફ એક તરફથી જેમ વલ્કલચીરી આવી રહ્યો હતો, તેમ બીજી તરફથી તેના પિતા સોમચંદ્ર તાપસ પણ આવી રહ્યા હતા. વલ્કલચીરી ભાગી જવાનો છે અગર તો વેશ્યાઓ તેને ફોસલાવીને ઉઠાવી જવાની છે, એ વાતની સોમચંદ્ર તાપસને ગંધ આવી ગઈ છે અને એથી જ તે આ તરફ આવી રહ્યા છે-એવું નથી; એ તો વનમાં ફરતાં ફરતાં કુદરતી રીતિએ જ આ તરફ આવી રહ્યા છે, પણ તેમનું આ તરફ સ્વાભાવિક આગમન પણ વેશ્યાઓને માટે તો મોટી ગભરામણનું અને ભાગાભાગનું કારણ બન્યું.
વેશ્યાઓ વલ્કલચીરીને યેન કેન લલચાવીને તેને પોતનપુર ઉઠાવી જવા આવી હતી, એટલે સાથે ચરપુરૂષોને પણ લાવી હતી. જે સ્થાને વલ્કલગીરીએ તથા વેશ્યાઓએ મળવાનું નક્કી કર્યું હતું, તે સ્થાન તરફ કોણ આવી રહ્યાં છે, તેની તપાસ રાખીને માહિતી આપવાને માટે વેશ્યાઓએ ચરપુરૂષોને વૃક્ષ ઉપર ચઢાવ્યા હતા, કે જેથી જે કોઇ આ તરફ આવતું હોય તેને દૂરથી પણ જોઇ શકાય. ચરપુરૂષોએ સોમચન્દ્ર વાપસને એ. સ્થાન તરફ આવતા જોયા, એટલે વેશ્યાઓને એ જણાવ્યું. વેશ્યાઓએ જવું સાંભળ્યું કે-સોમચન્દ્ર તાપસ આ તરફ આવે છે, તેવી જ તે ત્યાંથી શીકારીને દેખીને જેમ હરણીયા ભાગે તેમ ભાગવા માંડી, એક-બીજાનો સંગાથ કરવા પણ ઉભી ના રહી; કેમકે-સોમચંદ્ર તાપસ શ્રાપ આપશે,