________________
૧૩૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પણ સાથે જ આવું. રાજાએ સમજાવવા છતાંય રાણીએ માન્યું નહિ. એ કહે છે કે- ‘આપના વિના હું અહીં સુખમાં રહું એ બને નહિ. મારે પણ ભોગસુખનો ત્યાગ. આપની સાથે હું પણ વનમાં રહીને આપની સેવા કરીશ.' રાણી તે વખતે સગર્ભા હતી, છતાં કોઇ રીતિએ એ પોતાના નિશ્ચયમાંથી ચળી નહિ અને રાજા તો હવે અહીં એક ક્ષણ પણ રહેવાને રાજી નહોતા. રાજાએ તો તરત જ પોતાના ‘પ્રસન્નચન્દ્વ' નામના બાલવયસ્ક પુત્રને ગાદી ઉપર સ્થાપન કરી દીધો અને મત્રિઓને તેના રક્ષણ આદિની ભલામણ કરીને વનનો માર્ગ લીધો. તેની સાથે રાણી તથા એક ધાત્રી બાઇ પણ ગયાં.
વનમાં ઇને તેઓએ એક ઉટજ બાંધી અને તેમાં તે ત્રણેય રહેવા લાગ્યાં. ફળ-ફુલ આદિથી જીવનનિર્વાહ કરવો અને તપ તથા ઇશ્વરભા કરવું, એ તેમનું નિત્યકર્તવ્ય બન્યું. એમ કરતાં કરતાં યોગ્ય સમયે રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. જંગલમાં તો વલ્કલનાં વસ્ત્રોનું પરિધાન હતું, એટલે તેનું 'વલ્કલચીરી' એવું નામ પાડવામાં આવ્યું.
રાજાને આશ્ત ભોગવવાની, એટલે બન્યું એવું કે-વલ્કલચીરી હજુ ધાવણો જ હતો, ત્યાં તો રાણી મૃત્યુ પામી. આથી રાજાએ એ નાના પુત્રને ઉછેરવાનું કામ પેલી ધાત્રીને સોંપ્યું, તો એ પણ થોડા સમયમાં મૃત્યુ પામી. આવું બનવાથી તાપસ જીવન ગુજારતા રાજાને માથે, પોતાના અતિ બાલપુત્રને ઉછેરવાની ઘણી મોટી જ્વાબદારી આવી પડી : કારણ કે-ત્યાં એમને કોઇ સહાયક નહિ હતું.
જૈન મુનિપણું હોય, તો આ વખત આવત નહિ. ભોગની અરૂચિ હતી, ત્યાગ ગમતો હતો, પણ શુધ્ધ માર્ગ મળ્યો નહોતો. જે માર્ગ મળ્યો હતો, તેને અનુસરતો ત્યાગ કર્યો હતો. અતિ બાલ પુત્રને ઉછેરીને મોટો કરવાની જ્વાબદારી માથે આવી પડવા છતાંય, પાછા નગરમાં જ્વાનો કે પુત્રને નગરમાં મોકલી આપવાનો વિચાર તેમને થયો નથી. આવા આત્માઓને જો સદ્ગુરૂનો યોગ થઇ જાય અને તેઓ જો અભિગ્રહિક