________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૨૯ પણ જ્યાં સુધી જરૂરી પાંચેય કારણોનો સમાગમ થતો નથી, ત્યાં સુધી તો ચરમાવર્ત કાલમાં પણ જીવમાં મોક્ષાભિલાષ પ્રગટી શકતો નથી. ભવબાલ કાળમાં :
આ-ચરમાવર્ત-ર્વિશિકામાં, ચન્થકાર પરમર્ષોિએ, અચરમાવત કાલને “ભવબાલકાલ' તરીકે અને ચરમાવર્ત કાલને “ધર્મયૌવનકાલ' તરીકે ઓળખાવ્યો છે. અહીં આપણે એમ કહી શકીએ કે-કાલની અપેક્ષાએ ચરમાવર્ત કાલમાં પુરૂષાર્થની પ્રધાનતા સંભવિત છે. ચરમાવર્ત કાલમાં આવેલો જીવ જો ધર્મસામગ્રીને પામીને પુરૂષાર્થનો ઉપયોગ કરવા માંડે, તો પુરૂષાર્થ દ્વારા તે સુન્દર પરિણામોને નિપજાવી શકે, એવો આ કાલ છે. મોક્ષગમનની યોગ્યતાવાળા જીવોમાં, મોક્ષગમનનો અભિલાષ, જાગવાની યોગ્યતા પણ અનાદિસિદ્ધ જ હોય છે, પણ જ્યાં સુધી કાલનો પરિપાક થતો નથી, ત્યાં સુધી જીવની એ યોગ્યતા કોઇ પણ પ્રકારના અમલી સ્વરૂપને પામી શકતી નથી. અચરમાવી કાલમાં કાલની અપરિપકવતા હોય છે અને શરમાવર્ત કાલને પરિપકવતાલ કહેવાય છે, અચરમાવર્ત કાલમાં જીવોનું સંસારપરિભ્રમણ નિયમા ખૂબ જ જોરદાર હોય છે. જ્યાં સુધી જીવોનું સંસારપરિભ્રમણ જોરદાર હોય છે, ત્યાં સુધી ગમે તેવી સારી સ્વભાવસિદ્ધ યોગ્યતાવાળા જીવ પણ નિયમો ત્યાજ્ય પદાર્થોને સ્વીકાર્ય પદાર્થો તરીકે અને સ્વીકાર્ય પદાર્થોને ત્યાજ્ય પદાર્થો તરીકે જુએ છે. તમે ચકડોળ તો જોયું છે ને ? ચકડોળમાં બેસનારને કેવાં ચક્કર આવે છે, તે તો જે એમાં બેઠું હોય તે જાણે. પહેલાં તો એ ચકડોળને ગોળ ઘુમાવી ઘુમાવીને એમાં ભ્રમણશકિત પેદા કરવામાં આવે છે. એ વખતે ચકડોળમાં બેઠેલાઓમાં પણ એક પ્રકારની ભ્રમણશકિત પેદા થાય છે. ચકડોળને ખૂબ ખૂબ ઘુમાવ્યા પછી એને છોડી દેવામાં આવે છે, તોય એનામાં પ્રગટેલી ભ્રમણશકિતના બળે એ કેટલોક સમય ઘુમ્યા જ કરે છે. એની સાથે ચકડોળમાં બેઠેલાઓમાં પણ જે ભ્રમણશક્તિ પેદા થવા પામી હોય છે, તેને લીધે તેમનું મગજ પણ