________________
૧૨૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
બાકી છે, એમ સમજવું.' હવે શાસ્ત્ર શું કહ્યું છે, તે તો યાદ છે ને? મોક્ષનો આશય શરમાવર્ત કાલ પહેલાં પ્રગટતો નથી. ચરમાવર્તને પામ્યા વિના કોઇ જીવ મોક્ષના આશયને પામી શકતો નથી. આથી થયું શું ? ચરમાવર્ત કાલ, એ મોક્ષના આશયને પામવાને માટેનો યોગ્યકાલ છે. આ રીતિએ કાલની યોગ્યતાને પામ્યા પછીથી પણ જ્યાં સુધી પાંચ કારણો પૈકીના એક પણ કારણનો સમાગમ હોય, ત્યાં સુધી મોક્ષાભિલાષને પામી શકાય. નહિ. ચરમાવર્ત કાલનો ઘણો ઘણો કાળ વીતી જાય, ત્યાં સુધી પણ જીવ, પાંચ કારણો પૈકીના કોઇ એકાદા કારણના અસમાગમના કારણે પણ મોક્ષાભિલાષને પામે નહિ, તો એ પણ શકય જ છે. એવું પણ બને છે કેજીવ પોતાના છેક છેલ્લા ભવમાં, કે જે ભવમાં તે મુકિતને પામવાનો હોય, તે ભવમાં જ મોક્ષાભિલાષ આદિને, સમ્યક્ત્વને અને બાકીના પણ શેષ ગુણોને પામીને મોતને પામે. એવા જીવો, પોતાના છેક છેલ્લા ભવ સુધી ન પામે મોક્ષાભિલાષ આદિને અને એથી ન પામે સમ્યગ્દર્શનાદિને, છતાં છેક છેલ્લા ભવમાં તેઓ બધું જ પામીને મોક્ષને પામે. આથી નિયમ બાંધવો હોય એટલે કે નિયમ બાંધીને આ વાત સમજાવવી હોય, તો એમ કહી શકાય કે- “કોઇ પણ જીવ જો વહેલામાં વહેલો મોક્ષાભિલાષને પામી શકે, તો તે ચરમાવર્તન પામતાંની સાથે જ પામી શકે, અને કોઇ પણ જીવ જો વહેલામાં વહેલો સમ્યગ્દર્શન ગુણને પામી શકે તો તે ચરમાવર્તના અર્ધ પુદગલપરાવર્તન પામતાંની સાથે જ પામી શકે.” જે કોઈ જીવમાં મોક્ષની ઇચ્છા પ્રગટે, તે દરેક જીવને એક પુદગલપરાવર્ત સંસાર બાકી હોય જએવો નિયમ શ્રી જૈનશાસનમાં નથી જ. સમજવાનું એ છે કે-અચરમાવત કાલમાં, જીવમાં મોક્ષની ઇચ્છા પ્રગટે એ માટે જરૂરી પાંચ કારણોના સમાગમ પૈકી કાલના કારણનો સમાગમ તો થઈ શકતો જ નથી; એ કાલમાં તેવી ભવિતવ્યતા આદિનો સમાગમ પણ થઇ શકતો જ નથી, પણ ત્યાં કાલનું અપરિપકવપણું એ પ્રધાન કારણ છે. મોક્ષની ઇચ્છા પ્રગટવામાં કાલના કારણનો સમાગમ પણ જોઇએ જ અને તે ચરમાવર્તમાં જ હોઇ શકે છે,