________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૨૭
પણ આત્માઓ તેવા પ્રકારના નિકાચિત કર્મના ઉદયથી પતનને પામ્યા અને એ રીતિએ પણ તેવી ઉચ્ચ દશાને પામેલા આત્માઓય પતનને પામે એ બનવાજોગ છે. આ વસ્તુનો જો સાચો ખ્યાલ હોય, તો “એક પુરૂષાર્થ વિના જ આત્માઓ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિમત નથી' –આવું ડાહ્યા માણસથી તો બોલી શકાય જ નહિ. ચરમાવર્નમાંચ છેલ્લે ભવેય પમાય :
કાર્યસિદ્ધિના પાંચ કારણો પૈકી કાલ એ પણ એક મહત્ત્વનું કારણ છે અને ભિન્ન ભિન્ન પ્રસંગે જેમ સ્વભાવાદિ એક આદિ કારણોની પ્રધાનતા હોય છે તથા બીજા કારણોની ગૌણતા હોય છે, તેમ નિયમા મોલને અને એથી મોક્ષાભિલાષ આદિને પણ નિયમા પામનારા જીવો, જ્યાં સુધી પોતાનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક બાકી હોય ત્યાં સુધી મોક્ષાભિલાષ આદિને પામી શકે જ નહિ તેમજ જ્યાં સુધી પોતાનો સંસારકાળ અર્ધ પુદ્ગલપરાવર્તથી અધિક બાકી હોય ત્યાં સુધી સમ્યગ્દર્શનાદિને પામી શકે જ નહિ, એમાં કાલદોષની જ પ્રધાનતા છે-એ વાત તો આ બધા વર્ણન ઉપરથી તમને સારી રીતિએ સમજાઇ જ હશે. જે જીવો મોક્ષને પામે છે, તે જીવો નિયમા ચરમાવર્ત કાલને પામે છે. ચરમાવર્ત કાલમાં આવ્યા પહેલાં કોઇ પણ રીતિએિ તે જીવોમાં મોક્ષાભિલાષ આદિ પ્રગટી શકે નહિ. એ જ રીતિએ, જ્યાં સુધી જ જીવોનો સંસારકાલ અર્ધ પુદ્ગલપરાવર્તથી પણ અધિક બાકી હોય છે, ત્યાં સુધી તે જીવોમાં સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રગટી શકે એ પણ શકય નથી. ધર્મશાસ્ત્રોના આવા કથનને જેઓ બરાબર સમજી શકયા ન હોય, તેઓ ધર્મશાસ્ત્રોના આ કથનને બીજાઓને સમજાવવાને માટે એવું પણ બોલી નાખવાની ભૂલ કરે છે કે- “મોક્ષમાં સ્ત્રી નથી; કુટુંબ, ઘરબાર, ખાવાપીવાની સગવડ નથી; તેવા સ્થાનમાં જઇને કરવું શું ? એવા વિચારવાળા જીવોને તો એક પુદ્ગલપરાવર્તથી વધારે સંસારમાં રહેવાનું છે. જેને મોક્ષની ઇચ્છા થઇ શકે છે તેને એક પુગલપરાવર્ત સંસાર