________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૨૫ ધરનારા જીવો પણ આવા પ્રકારનું ધર્મસેવન કરનારા હોય છે. ભવ્યત્વ સ્વભાવને ધરનારા હોવા છતાં પણ જે જીવો અચરમ પુદ્ગલપરાવર્ત કાલમાં હોય છે, તેઓ આ રીતિએ ધર્મને સેવે એ બને, તેમ છતાં પણ એ જીર્વાનો એ દ્રવ્યધર્મ અપ્રધાન કોટિનો ગણાય છે અને અપ્રધાન કોટિનો દ્રવ્યધર્મ ભાવધર્મનું કારણ પણ બની શકતો જ નથી. પ્રધાન કોટિનો દ્રવ્યધર્મ જ ભાવધર્મનું કારણ બની શકે છે. જેઓ એમ કહે છે કેમાત્ર અભવ્ય આત્માઓની ધર્મક્રિયાઓ જ અપ્રધાન દ્રવ્ય રૂપ ગણાય.” તેઓએ સમજવું જોઇએ કે-અભવ્ય આત્માઓની જેમ દુર્ભવ્ય આત્માઓ પણ અચરમાવર્ત કાલમાં ધર્મક્રિયાઓને આચરનારા હોઇ શકે છે અને તેમની ધર્મક્રિયાઓ પણ અપ્રધાન દ્રવ્ય રૂપ જ છે; કારણ કેઅપુનર્બલ્પકપણાને પામ્યા પહેલાં પ્રધાન દ્રવ્ય રૂપ ધર્મપ્રવૃત્તિ જીવમાં આવતી નથી-એમ પણ શાસ્ત્રકાર મહાપુરૂષો ફરમાવે છે અને અપુનર્બલ્પકપણાની ભવ્ય જીવોને જે પ્રાપ્તિ થાય છે, તે પ્રાપ્તિ પણ માત્ર ચરમાવર્ત કાલમાં જ સંભવે છે, એમ પણ શાસ્ત્રકાર મહાપુરૂષો ફરમાવે છે. દુર્ભવ્ય જીવોની આ વિચિત્ર દશાનો તો વિચાર કરો ! સ્વભાવે મુકિતગમનની યોગ્યતાવાળા, પોતાની ભવિતવ્યતા પાકવાના યોગ નિગોદમાંથી બહાર આવીને ઉમે કરીને ઠેઠ પંચેન્દ્રિયપણામાં પણ મનુષ્યપણાને પામેલા, મનુષ્યપણામાં પણ ઉત્તમ કોટિની ધર્મસામગ્રીને પામેલા અને ધર્મસામગ્રીને પામીને ધર્મક્રિયાઓને આચરનારા બનેલા; આટલું બધું છતાં પણ, એક માત્ર કાલદોષની પ્રધાનતાને કારણે જ એ જીવો મોક્ષાભિલાષને પામે નહિ. એ જીવો મોક્ષાભિલાષને પામવાના-એ નક્કી વાત, કેમકે-સ્વભાવે ભવ્ય છે, પણ તે કયારે? તે જીવોનો સંસારકાળ એક પુદગલપરાવર્તથી અધિક બાકી નહિ રહે તે પછી જ અને તેમાં પણ બાકીનાં ચારેય કારણોનો સમાગમ થતાં તેઓ મોક્ષાભિલાષને પામવાના આ કાળદોષ ટળે શી રીતિએ ? કાળ કાંઇ ખેંચ્યો ખેંચાતો નથી. કાળને અનિયત બનાવવાની કોઇની તાકાત નથી. કાલ તો કમસર જ ચાલવાનો