________________
૧૨૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
અને ભવિતવ્યતાદોષની પ્રધાનતાના સ્થાને ભવિતવ્યતાદોષની પ્રધાનતાને માન્યા વિના છૂટકો નથી, તેમ કાલદોષની પ્રધાનતાના સ્થાને કાલદોષની પ્રધાનતાને પણ માન્યા વિના છૂટકો નથી. જે આત્માઓ અભવ્ય પણ નથી, જાતિભવ્ય પણ નથી, નિગોદમાંથી બહાર આવેલા છે અને ધર્મસામગ્રીને પણ પામેલા છે; એવા આત્માઓમાં પણ જે દુર્ભવ્ય આત્માઓ હોય છે, તેઓમાં જે મોક્ષાભિલાષ પ્રગટતો નથી, ત્યાં કયું કારણ મુખ્ય છે ? ખરેખર, તેઓ બીચારા એવા કાલમાં છે, કે જે કાલમાં તેઓમાં કોઇ પણ રીતિએ મોક્ષાભિલાષ પ્રગટ થઇ શકે જ નહિ. જ્યાં સુધી જે જીવમાં મોક્ષનો અભિલાષ પ્રગટે નહિ, ત્યાં સુધી તે જીવ મોક્ષને માટે પુરૂષાર્થ કરે, એ બને જ શી રીતિએ ? જેને મેળવવાનો લેશ પણ અભિલાષ ન હોય,તેને મેળવવાનો કોઇ પ્રયત્ન કરે એવું બને જ નહિ. આનો અર્થ એવો નથી કેકોઇ જીવ મોક્ષનો અભિલાષ પામ્યા પહેલાં ધર્મને આચરતો જ નથી. મોક્ષના અભિલાષને પામ્યા વિના પણ, ધર્મને આચરનારા જીવોનો આ અનાદિ અનંત સંસારમાં તોટો નથી, કારણ કે-મોક્ષનો અભિલાષ નહિ હોવા છતાં પણ, સંસારના સુખનો અભિલાષ તો છે ને ? દુ:ખનો ત્રાસ અને સંસારના સુખનો અભિલાષ હોય, એમાં જો એમ લાગી જાય કે-આ ધર્મને આચરવાથી અમુક સ્વર્ગાદિનું સુખ મળી જાય તેમ છે, તો મોક્ષના અભિલાષને નહિ પામેલા જીવો પણ ધર્મને આચરવા મંડી જાય, તેમાં નવાઇ પામવા જેવું કાંઇ છે જ નહિ. એવા તો અનન્તા જીવોએ અનંતી વાર પૌદ્ગલિક સુખની અભિલાષાથી ધર્મને સેવ્યો છે, પણ તેઓના તે ધર્મસેવનના પુરૂષાર્થને ઉપકારિઓએ મોક્ષસાધક પુરૂષાર્થ નથી કહ્યો પણ સંસારસાધક પુરૂષાર્થ જ કહ્યો છે. એ રીતિએ ધર્મનું સેવન કરનારા જીવો નવમા ત્રૈવેયક સુધીના સ્વર્ગસુખને પણ પામ્યા છે, પણ એ જીવો એ સુખના કાળમાં પણ સાચા સુખના આસ્વાદને લઇ શકયા નથી અને પરિણામે પણ તેઓ ઘણા ઘણા દુ:ખને પામ્યા છે. માત્ર અભવ્ય જીવો જ આવા પ્રકારનું ધર્મસેવન કરે, એવો પણ નિયમ નથી. ભવ્યત્વ સ્વભાવને