________________
૧૨૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
અન્તઃસ્કુરણા પ્રગટવી એ સુસંભવિત છે કે-તો મારી મુકિત થશે કે નહિ ? આવી અન્ત:કુરણાની અંદર આછો આછો પણ મુકિતનો અભિલાષ જરૂર હોય છે. આવી અન્ત:સ્કૂરણાની વાતને કેટલાકો તરફથી એવાં રૂપમાં પણ કહેવાય છે કે- “પોતાના ભવ્યપણાને અથવા અભવ્યપણાને જાણવાનો જ્ઞાનિઓએ બતાવેલો આ ઉપાય છે.” પણ એ કથન બરાબર નથી. ભવ્ય જીવોને પોતાના ભવ્યપણાનું આ પ્રકારની અન્તઃસ્કુરણાથી ભાન થઇ શકે છે, નહિ કે-આ પ્રકારે અભવ્ય જીવોને પોતાના અભવ્યપણાનું ભાન થઇ શકે છે. અભવ્ય જીવોમાં તો આવી અન્ત:સ્કુરણા જ પ્રગટી શકતી નથી. વળી, ભવ્યત્વસ્વભાવ અને અભવ્યત્વ સ્વભાવની વાત સાંભળવા આદિમાં આવે, તે છતાં પણ જે જીવોમાં આવી અન્તઃસ્કુરણા પ્રગટે નહિ, તેઓ બધા જ નિયમા અભવ્ય છે એમ પણ કહી શકાય નહિ કેમ કે-ભવ્યત્વ સ્વભાવવાળા જીવમાં પણ અચરમાવર્ત કાલમાં આવી અન્ત:સ્કુરણા પ્રગટી શકતી નથી. આપણી ચાલુ વાત તો એ હતી કે- “એક પુરૂષાર્થ વિના જ આત્માઓ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિમત નથી' –આવું જેમ અભવ્ય આત્માઓને માટે કહી શકાય તેમ નથી, કારણ કે-અભવ્ય જીવોનો સ્વભાવ જ એવો છે કે એ સદા કાળને માટે સંસારમાં રૂલે, તેમ સઘળા ભવ્ય જીવોને માટે પણ એવું કહી શકાય નહિ - “ઓ પુરૂષાર્થ વિના જ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિમત નથી. કારણ કેજાતિભવ્ય આત્માઓ ભવ્યત્વ સ્વભાવવાળા હોય છે, પણ તે જીવોને પુરૂષાર્થનો સમય જ પ્રાપ્ત થતો નથી. જાતિભવ્ય જીવોની ભવિતવ્યતાજ એવી હોય છે કે-એ જીવો ધર્મની સામગ્રીને કોઇ પણ કાળે પામી શકતા જ નથી, એટલે તે જીવો કદિ પણ નથી તો મોક્ષના અભિલાષને પામતા અને નથી તો મોક્ષને પામતા ! અભવ્ય જીવો ધર્મસામગ્રીને પામવા છતાં પણ મોક્ષાભિલાષ આદિને પામી શકતા નથી એટલે તેવા જીવોની અમુકિતમાં સ્વભાવદોષની મુખ્યતા છે, જ્યારે જાતિભવ્ય જીવો જો ધર્મસામગ્રીને પામે તો મોક્ષભિલાષ આદિને અવશ્ય પામે એવા સ્વભાવવાળા હોય છે, પણ