________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ -
૧૨૧ તરત મોક્ષની અભિલાષા પ્રગટે જ, એવો નિયમ ખરો ?
ના, એવો નિયમ નથી. જો એવો નિયમ હોય, તો દુર્ભવ્ય આત્માઓ કે જેઓ અચરમાવર્તવર્તી હોય છે, તેઓ અનેક વાર ધર્મસામગ્રીને પામવા છતાં પણ, ચરમાવર્તને પામ્યા પહેલાં મોક્ષના અભિલાષને પામી શકતા નથી, એ બને જ નહિ.
સ. તો તો અમે ભવ્ય હોઇએ, એમ પણ બને ને ?
તમે ભવ્ય છો, એવી કલ્પનાથી જ આ ધર્મોપદેશની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આમ તો જીવ વિશેષનો ભવ્યત્વ સ્વભાવ અગર તો અભવ્યત્વ સ્વભાવ, એ કેવલજ્ઞાનના સ્વામિઓથી ય છે, તો પણ જ્ઞાનિઓએ એક એવો ઉપાય બતાવ્યો છે, કે જે ઉપાય દ્વારા ભવ્ય જીવ પોતાનો ભવ્યત્વ સ્વભાવ છે એવો નિર્ણય કરી શકે. ભવ્યત્વસ્વભાવવાળા આત્માઓ મુકિતગમનની અનાદિસિદ્ધ યોગ્યતાવાળા છે, જ્યારે અભવ્યત્વ સ્વભાવવાળા આત્માઓમાં મુકિતગમનની યોગ્યતા સ્વભાવથી જ હોતી નથી-આવી વાત કોઇ પણ પ્રકારે જાણવામાં આવતાં, જો અન્તઃસ્કુરણા એવા પ્રકારની થાય કે- “હું ભવ્ય હોઇશ કે અભવ્ય હોઇશ ?' –તો એ અત્માએ સમજી લેવું જોઇએ કે-હું ભવ્ય જ છું. આવી અન્ત:ફુરણા જેમ અભવ્ય આત્માઓમાં પ્રગટી શકતી નથી, તેમ અનાદિસિદ્ધ ભવ્યત્વ સ્વભાવને ધરાવનારા હોવા છતાં પણ જે આત્માઓ દુર્ભવ્ય હોય છે, તેઓમાં પણ આવી અન્તઃસ્કુરણા પ્રગટી શકતી નથી, વિચાર કરો કેજીવમાં આવા પ્રકારની અન્ત:સ્કુરણા પ્રગટે કયારે ? મુકિતગમનની અયોગ્યતા ખેંચ્યા વિના અને મુકિતગમનની યોગ્યતા ગમ્યા વિના આવી અન્તઃસ્કુરણા પ્રગટવી એ શું શકય છે ? મુકિતગમનની યોગ્યતા ગમે, તો જ એવી અન્ત:સ્કુરણા પ્રગટે કે-મારામાં તેની યોગ્યતા છે કે નહિ ? અભવ્ય જીવો અને જાતિભવ્ય જીવો શાશ્વત કાળને માટે સંસારમાં જ પરિભ્રમણ કરે છે અને તેઓ કોઇ કાળે મુકિતને પામતા નથી. આવી આવી વાતો જાણવામાં આવતાં, લઘુકર્મી ભવ્યાત્માઓમાં એવી