________________
૧૧૯
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ધર્મક્રિયાઓને કરનારા બને-એય બને, પણ એવા જીવોને ખૂદ ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો સાક્ષાત્ યોગ અનન્તી વાર થઇ જાય તો પણ, તેમને પોતાના સંસારકાધનો અન્ત લાવવાની તો ઇચ્છા સરખીય જન્મે નહિ. કેમ એમ ? તો કે-એ જીવોનો સ્વભાવ એવા પ્રકારનો છે. એવા સ્વભાવના જીવોને શ્રી જૈનશાસનમાં અભવ્ય જીવો તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પોતાના સંસારકાળના અન્તને પામવાની ઇચ્છા સરખી પણ તે જ આત્માઓમાં પ્રગટી શકે છે, કે જે આત્માઓ ચરમાવર્તને પામ્યા હોય છે જીવો પોતાના સંસારકાળના અન્તિમ પુદગલપરાવર્ત કાલને પામ્યા હતા નથી, તે જીવોમાં તો પોતાના સંસારકાલના અન્તને પામવાની અભિલાષા કોઇ પણ રીતિએ પ્રગટી શકતી જ નથી. પોતાના સંસારકાળના અત્તને પામવાની ઇચ્છા કહો કે મોક્ષને પામવાની ઇચ્છા કહો, -એ સરખું જ છે. આવી ઇચ્છા માત્ર ચરમાવર્ત કાલમાં જ પ્રગટી શકતી હોવાથી અભવ્ય જીવોને તો સદાયને માટે અચરમાવર્તવર્તિતા જ હોય છે. એવા જીવોએ આ સંસારમાં અનન્તા યુગલપરાવર્તે વીતાવ્યા છે અને હજુ તેમને આ સંસારમાં અનન્તા પુગલપરાવર્તે વીતાવવાના છે. કોઇ પણ કાળે એ જીવો સંસારના પરિભ્રમણથી છૂટી શકતા નથી. અને તેમાં જો કોઇ પણ કારણ મુખ્ય હોય તો તે, તે જીવોનો તેવા પ્રકારનો અભવ્ય સ્વભાવ જ છે. આ સ્વભાવને માનનારાઓ, એમ કહી શકશે ખરા કે-એવા આત્માઓ મોક્ષને જે પામતા નથી, તે તેઓ પુરૂષાર્થ કરતા નથી માટે ? નહિ જ, કારણ કે મોક્ષને માટે પુરૂષાર્થ કરવાનું મન થાય એવી યોગ્યતા એ જીવોમાં સ્વભાવથી જ હોતી નથી. શ્રી જૈનશાસનમાં કોઇ પણ નય એવો નથી, કે જે એમ કહેતો હોય કે-અભવ્ય આત્માઓ માત્ર પુરૂષાર્થના અભાવે જ મોક્ષગામી બનતા નથી. ખરેખર, એ બીચારા જીવોનો સ્વભાવદોષ જ જ્યાં એવો છે, ત્યાં બીજું થાય પણ શું ? ભવિતવ્યતાની ખામી
આ તો સ્વભાવે અભવ્ય એવા આત્માઓની વાત થઇ, પણ