________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૧૭
સાગરોપમ પ્રમાણ કાલનું થાય છે, અને એવાં અનંતાં કાલચક્રોથી એક પુદ્ગલપરાવર્ત પ્રમાણ કાલ બને છે. જીવ માત્રનો સંસારકાલ એવા અનન્તાનન્ન પુદ્ગલપરાવર્ત પ્રમાણ હોય છે, કારણ કે-જીવ પણ અનાદિ છે અને કાલ પણ અનાદિ છે. આ અનાદિ અનન્ત એવા લોકમાં અનન્તા જીવો અનન્તા પુગલપરાવર્નો થયાં પરિભ્રમણ કર્યા કરે છે. એ બધાય જીવોના સંસારકાલનો અન્ત આવી જાય, એવું પણ કયારેય બનવાનું નથી. માત્ર અમુક જીવોના જ સંસારકાલનો અત્ત આવી શકે છે, છતાં પોતાના સંસારકાલના અન્તને પામનારા એ જીવોની સંખ્યા પણ નાનીસૂની નથી. અત્યાર સુધીમાં અનન્તા જીવો પોતાના સંસારકાલના અત્તને પામ્યા છે, વર્તમાનમાં પણ ક્ષેત્રાન્તરે અમુક સંખ્યામાં જીવો પોતાના સંસારકાલના અન્તને પામી રહ્યા છે અને ભવિષ્યમાં પણ અનન્તા જીવો પોતાના સંસારકાલના અન્તને પામવાના છે. આમ છતાં પણ અનન્તાનન્ત જીવો સદા કાળને માટે સંસારકાળવાળા જ રહેવાના છે. આથી તમે સમજી શકશો કે-જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામે છે, તે જીવો કેવા પરમ ભાગ્યશાળી છે ! આવી રીતિએ વિચાર કરવાથી પણ યોગ્ય જીવોમાં પોતાના સંસારકાલના અન્તને પામવાનો અભિલાષ પ્રગટી શકે છે અને એ અભિલાષના બળે તેવા પ્રકારનો પ્રયત્ન કરવાની પ્રેરણા પણ મળી શકે છે. જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામ્યા છે, જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામી રહ્યા છે, જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામવાના છે, તેવા જીવોને જ ચરમાવર્તની પ્રાપ્તિ હોઇ શકે છે. એ સિવાયના જીવોને ચરમાવર્તની પ્રાપ્તિ હોઇ શકતી જ નથી. ચરમાવર્ત કાલ એટલે જીવને પોતાના સંસારકાલના અત્તની પ્રાપ્તિનો જે સમય, તે સમયથી માંડીને પૂર્વનો એક પુદ્ગલપરાવર્ત પ્રમાણે કાલ. માત્ર પુરૂષાર્થની જ ખામી છે” –એવું નથી :
આ ચરમાવર્ત કાલની પ્રાપ્તિ પુરૂષાર્થસાધ્ય નથી જેઓ એમ કહે