________________
૧૧૫
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
શકે, એનો તમને આછો ખ્યાલ આવી જ ગયો હશે. જે અનુષ્ઠાનના યોગે ઉત્તરોત્તર દોષવિગમ થયા જ કરે અને એથી ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પણ થયા કરે, પણ ક્યારેય જેનાથી દોષવૃદ્ધિ અને ગુણહાનિ થવા પામે નહિ, એવા અનુષ્ઠાનને અનુબન્ધશુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા પ્રકારનું, મોક્ષના જ આશયવાળું અને જીવાજીવાદિ તત્વોના સંવેદનપૂર્વકનું યમ-નિયમાદિનું જે આચરણ, તેને અનુબન્ધશુધ્ધ અનુષ્ઠાન કહેવાય છે. જીવાજીવાદિ તત્વોના સમ્યજ્ઞાનના અભાવમાં આવું અનુષ્ઠાન સંભવતું નથી અને એથી શાસ્ત્રકાર પરમષિઓ ફરમાવે છે કે-આ અનુષ્ઠાન ભિન્નગ્રંથી જીવોને જ હોઇ શકે છે. અભિન્નગ્રંથી જીવોમાં આ અનુષ્ઠાન સંભવતું નથી. રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિને ભેદ્યા વિના આવા અનુષ્ઠાનને આચરવાને કોઇ પણ આત્મા સમર્થ બની શકે એ શકય જ નથી. જીવાજીવાદિ તત્ત્વોના સમ્યજ્ઞાનવાળું આવું અનુષ્ઠાન પ્રશાન્તવૃત્તિવાળું એટલે કષાયાદિના વિકારોનો જેમાં નિરોધ છે તેવું હોય અને એથી તે ઔત્સુકય આદિ દોષોનું પણ નાશક હોય, તે સ્વાભાવિક જ છે. આવી વાતો ચાલતી હોયત્યારે તો ખાસ કરીને દરેકે પોતપોતાની પ્રવૃત્તિનું સૂક્ષ્મ અવલોકન કરવાની કાળજી રાખવી જોઇએ. પોતે જે કાંઇ ધર્મપ્રવૃત્તિને આચરે છે, તેમાં મોક્ષનો આશય છે કે નહિ તેમજ તે પોતાની પ્રવૃત્તિ બાહ્ય પ્રકારે તેમજ આભ્યન્તર પ્રકારે પણ શુદ્ધ છે કે નહિ, એની સૌ કોઇએ તપાસ કરવી જોઇએ. જો મોક્ષનો આશય ન હોય, તો તો એ પ્રવૃત્તિમાં એક પણ પ્રકારની શુદ્ધિ સંભવતી જ નથી; એટલે સૌથી પહેલાં તો મોક્ષના આશયને પેદા કરવાના પ્રયત્નમાં લાગી વું જોઇએ. મોક્ષના આશયને પેદા કરવાને માટે જ્ઞાનિઓએ વિવિધ પ્રકારે સંસારના સ્વરૂપનું જે વર્ણન કર્યું છે-તેનો અભ્યાસ કરીને, તેનું મનન કરતાં રહેવું જોઇએ. સંસારની અસારતાનું સાચું ભાન થયા વિના મોક્ષનો અભિલાષ પ્રગટે નહિ, એટલે મોક્ષના અભિલાષને પામવો હોય તો સંસારની સર્વાંગ અસારતાનો સુન્દર પ્રકારે ખ્યાલ આવી જાય