________________
૧૧૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
છે કે- “એક પુરૂષાર્થ વિના જ આત્માઓ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિમત નથી' -તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનના પરમાર્થને પામ્યા જ નથી. “ભવિતવ્યતા, સ્વભાવ, કર્મ, કાલ અને પુરૂષાર્થ' –એ પાંચેય કારણોનાં સમાગમ વિના કોઇ પણજીવની કોઇ પણ પ્રકારની કાર્યસિદ્ધિ થઇ શકતી જ નથી. આ પાંચ કારણોમાંના એક પણ કારણને જે માને નહિ, તે જીવ સમ્યગદ્રષ્ટિ હોઇ શકે જ નહિ. એ જીવ નિયમા મિથ્યાદ્રષ્ટિ છે, એમ કહી શકાય. જીવની દરેકે દરેક કાર્યસિદ્ધિમાં આ પાંચ કારણોનો સમાગમ જોઇએ જ, ભલે પછી, આ પાંચ કારણોમાંનું એક એક આદિ કારણ ભિન્ન ભિન્ન પ્રસંગે મુખ્ય મુખ્ય હોય અને બાકીનાં બધાં કારણો ગૌણ ગૌણ હોય. વાત એ છે કે-ચરમાવર્તની પ્રાપ્તિ પુરૂષાર્થ સાધ્ય નથી. ચરમાવર્તની પ્રાપ્તિને જો પુરૂષાર્થ સાધ્ય જ માનવામાં આવે, તો તો એમ જ માનવું પડે કે-જે કોઈ જીવ પુરૂષાર્થ કરે, તેને ચરમાવર્તની પ્રાપ્તિ અવશ્ય થાય; પણ તેમ નથી. જો તેમ હોય તો પછી, ભવ્યત્વ-અભવ્યત્વ આદિ સ્વભાવની વાતને પણ અવકાશ જ રહેવા પામે નહિ. સ્વભાવદોષની ખામી : :
આ અનાદિ અનન્ત સંસારમાં પરિભ્રમણ કરતા જીવોમાં, એવા રવભાવના જીવો પણ છે, કે જે જીવો પોતાના તેવા પ્રકારના સ્વભાવને કારણે જ કોઇ પણ કાળે પોતાના સંસાર કાળના અન્તને પામવાના જ નથી. એવા જીવોને ગમે તેટલી અને ગમે તેવી ઉત્તમોત્તમ પ્રકારની ધર્મસામગ્રી પ્રાપ્ત થાય, તો પણ એ જીવો સ્વભાવે જ એવા કે-એમને પોતાના સંસારકાળનો અન્ત લાવવાની કયારે પણ ઇચ્છા જ થાય નહિ. - સ. એવી ઇચ્છા સરખી પણ થાય નહિ ?
ના, એ જીવોને પોતાના સંસારકાળનો અન્ત લાવવાની ઇચ્છા સરખી પણ કોઇ કાળે થાય નહિ. એ જીવોને સંસારમાં સુખી થવાની ઇચ્છા થાય-એ બને, સંસારમાં સુખી થવાને માટે એ જીવો પ્રયત્નશીલ બને-એય બને અને સંસારમાં સુખી થવાને માટે એ જીવો ઉગ્રપણે