________________
૧૧૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ એવા પ્રયત્નો કરવા જોઇએ. જો એવા પ્રયત્નો કરવામાં આવે અને કાલ પાકયો હોય, તો લઘુકમિતા અને ભવિતવ્યતા આદિના યોગે જીવમાં મોક્ષનો અભિલાષ જરૂર પ્રગટી જાય. ચોથી વિંશિકામાં ચરમાવર્ત એટલે ?
મોક્ષનો અભિલાષ જો પ્રગટે તો તે ચરમાવર્તવર્તી આત્માઓમાં જ પ્રગટી શકે છે. આથી અધિકારોના સૂચનની પહેલી વિંશિકા, લોકના અનાદિપણાની સિદ્ધિની બીજી વિંશિકા અને કુલધર્મો તથા નીતિધર્મો કે જે સ્વર્ગાદિનું કારણ બનવા છતાંય મોક્ષનું કારણ બની શકતા જ નથી, તેનું ત્રીજી વિશિકામાં વિવરણ કર્યા બાદ, શુક ધર્મમાં જવાને માટે પરમ અને પ્રથમ આવશ્યક એવો મોક્ષાભિલાષ ચરમાવ કાલમાં જ પ્રગટી શકતો હોવાથી, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ચોથી વિંશિકામાં ચરમાવર્ત સંબંધી વિવરણ કર્યું છે. કાલનો ચરમાવર્ત એવો જે વિભાગ કહેવાય છે. તે જીવ વિશેષના સંસારકાલની અપેક્ષાએ જ કહેવાય છે. કાલ કયારેય નહોતો એવું બન્યું નથી અને કયારેય નહિ હોય એવું બનવાનું નથી. પુદ્ગલપરાવર્ત, એ કાલનો એક વિભાગ છે. કાલના અમુક પ્રમાણને એક પુદગલપરાવર્ત કાલ કહેવાય છે. જેમ દિવસ, પક્ષ, માસ, વર્ષ અને યુગ આદિ શબ્દો કાલના અમુક અમુક પ્રમાણને સૂચવનારા છે, તેમ “પુગલપરાવર્ત' એ શબ્દ પણ કાલના અમુક પ્રમાણને સૂચવનારો છે. કાલ અનન્તાનન્ત પુદગલાવર્ત પ્રમાણ છે. એક પુદ્ગલપરાવર્ત કાલનું પ્રમાણ પણ એટલું મોટું છે કે-એક પુદગલપરાવર્ત કાલના પ્રમાણની કાંઇક ઝાંખી થઇ શકે અને એક “પુદ્ગલપરાવર્ત કાલ એ પણ કાલનું કેવું મોટું પ્રમાણ છે' -તેનો વિચાર થઇ શકે, એવી રીતિએ તેના કાલપ્રમાણનું વર્ણન શાસ્ત્રકાર મહાત્માઓએ કાલ-લોકપ્રકાશાદિમાં કરેલું છે અને એથી બીજાં પણ ઘણાં કાલમાનોનો બોધ થાય તેમ છે, પણ એ વર્ણનમાં જવું એ અહીં અપ્રસ્તુત છે. ટૂંકમાં, એક પુદગલપરાવર્ત કાલના પ્રમાણને માટે એમ કહી શકાય કે-એક ઉત્સપિણી-અવસર્પિણીનું એક કાળચક્ર વીસ કોટાકોટિ