________________
૧૨૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
એટલે ભવ્યત્વ સ્વભાવવાળા જીવોને પણ ચરમ પુદ્ગલપરાવર્તની પ્રાપ્તિ પુરૂષાર્થથી થઇ શકે તેમ છે જ નહિ. આ વસ્તુને સમજનાર પણ માત્ર પુરૂષાર્થના અભાવે જ જીવો સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ મ્મિત નથી, એવું કહી શકે નહિ. જ્યાં કાલદોષની પ્રધાનતા હોય, ત્યાં તે પણ માનવીજ જોઇએ.
કર્મદોષની પ્રધાનતા :
આપણે સ્વભાવદોષ, ભવિતવ્યતાદોષ અને કાલદોષની પ્રધાનતાની જૈમ વિચારણા કરી, તેમ કર્મદોષની પ્રધાનતાની પણ વિચારણા કરવા જેવી છે, કે જેથી ભવિતવ્યતા, સ્વભાવ, કર્મ, કાલ અનેપુરૂષાર્થ -એ પાંચેય કારણોના સમાગમ વિના કોઇ પણ કાર્યસિદ્ધિ થઇ શકતી જ નથી, એ વાત બરાબર ખ્યાલમાં આવી જાય. માત્ર સમ્યગ્દર્શનને જ નહિ, પણ સર્વવિરતિ ધર્મનેય પામેલા તેમજ આત્માના એ પરિણામોનું સારી રીતિએ રક્ષણ થઇ શકે એ માટે સર્વોત્તમ કોટિમાં ગણી શકાય એવા પુરૂષાર્થને પણ આચરનારા આત્માઓ, તેવા પ્રકારના નિકાચિત કર્મના બળે સર્વથા પતન અવસ્થાને પણ પામી જાય છે, એવું વર્ણન પણ શાસ્ત્રગ્રન્થોમાં સ્પષ્ટ રૂપમાં કરેલું છે. ચૌદ પૂર્વને ધરનારા શ્રુતકેવલી ભગવંતો, કે જેઓ નિયમા સમ્યક્ત્વને ધરનારા હોય છે-એટલું જ નહિ પણ જેઓ સંપૂર્ણ શ્રુતજ્ઞાનને પણ ધરનારા હોય છે, તેઓ પૈકીના પણ અનન્તની સંખ્યામાં પતનને પામ્યા છે. એમાં પણ કર્મદોષની જ પ્રધાનતા માનવી પડે. વળી ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો આત્મા મરીચિના ભવમાં મુનિપણામાંથી પતનને પામ્યો, એમાં પણ કર્મદોષની પ્રધાનતાને જ માનવી પડે તેમ છે. મુનિપણામાંથી પતન પામતાં પહેલાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો આત્મા, મરીચિના ભવમાં સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને સમ્યક્ચારિત્રને નહોતો પામ્યો અથવા તો જે ચૌદ પૂર્વધર શ્રુતકેવલી ભગવંતો પતનને પામ્યા તેઓ પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રને નહોતા પામ્યા, આવું કોઇ પણ શાસ્ત્રજ્ઞાતા તો કહી શકે તેમ છે જ નહિ. એવા