________________
૧૧૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આચરનારનો આશય સારો હોવા છતાં પણ તેનું અજ્ઞાન જોરદાર છે. એવા અનુષ્ઠાનોના યોગે જે કાંઇ સારૂ થાય, તેમાં આશયના સારાપણાનો જ પ્રતાપ મનાય. કેટલાક શાસકાર મહષિઓનું કહેવું એમ પણ છે કે-એવા અનુષ્ઠાનથી દોષના નાશ માટે ઉચિત એવી જાતિ અને કુલાદિક ગુણથી યુકત એવા ભવાન્તરની પ્રાપ્તિ થાય છે. કારણ કે-એવા પણ અનુષ્ઠાનમાં મુકિતનો જે અભિલાષ છે. તે પ્રશંસાપાત્ર છે અને મુકિતના અભિલાષને મોહના નાશક તરીકે માનેલો છે. ટૂંકમાં કહીએ તો, એવા કોરા વિષયશુદ્ધ અનુષ્ઠાનની મહત્તા અનુષ્ઠાનની ક્રિયાને આભારી નથી જ, પણ એ અનુષ્ઠાનના આચરનારના મોક્ષને મેળવવાના સાચા અભિલાષને જ આભારી છે. આ અનાદિ અનંત સંસારમાં સર્વથી પ્રથમ તો જીવને મોક્ષનો અભિલાષા જ દુર્લભ છે. મોક્ષના અભિલાષથી જ અને મોક્ષનું સાધન માની લઇને આચરેલું સાવધમાં સાવધ કર્મ પણ વિષયશુદ્વ અનુષ્ઠાનની કોટિમાં જાય છે; જ્યારે મોલાના આશયથી રહિતપણે અથવા તો સંસારના આશયથી સહિતપણે આચરેલું અનુષ્ઠાન, બાહા ક્રિયામાં ખૂદ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલાં અનુષ્ઠાનો પૈકીનું હોય તો પણ, તેનો તો કોઇ પણ પ્રકારના શુક અનુષ્ઠાનમાં સમાવેશ થતો નથી આથી સૌ કોઇએ એક માત્ર મોક્ષના આશયથી જ સ્વરૂપાદિથી શુદ્ધ એવાં અનુષ્ઠાનોને આચરવામાં તત્પર બનવું જોઇએ. પરમ કલ્યાણ જોઇતું હોય તો પહેલાં મોક્ષના અભિલાષને પ્રગટાવવો જોઇએ અને મોક્ષનો અભિલાષ ન પ્રગતો હોય તોય ધર્મક્રિયાઓમાં એ અભિલાષને પ્રગટાવવાનો આશય રાખવો જોઇએ, પણ વિપરીત પ્રકારનાં એટલે સંસારના આશયનો તો સર્વથા ત્યાગ જ કરવો જોઇએ. એમ કર્યા વિના ગમે તેટલો ધર્મ કરવામાં આવે, તોય તે વાસ્તવિક રીતિએ ફલપ્રદ નિવડે નહિ અને નુકશાન કરનારો કેવો નિવડે એ વિચારવાનું રહે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલાં અનુષ્ઠાનોની બાહા ક્રિયાઓને જે કોઇ આચરે છે, તે બધા જ કેવલ મોલના આશયથી જ આચરે છે-એવું છે જ નહિ. છતાંય, જો કોઇ એવું કહેતું હોય, તો તે સર્વથા