________________
૧૧૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કોઇ પણ અનુષ્ઠાન વિષયશુધ્ધ છે કે નહિ ? એનો નિર્ણય કરવાનો હોય, ત્યારે એ અનુષ્ઠાન સર્વથા નિરવધ છે કે નહિ, એ અનુષ્ઠાન સાવદ્ય છે કે નહિ અથવા તો એ અનુષ્ઠાન અત્યન્ત સાવદ્ય છે કે નહિ તેનો વિચાર જ કરવાનો હોતો નથી. કોઈ પણ અનુષ્ઠાન વિષયશુદ્ધ છે કે નહિ ? એનો નિર્ણય કરવાને માટે માત્ર એક જ વસ્તુ તપાસવી પડે છે અને તે એ કે-એ અનુષ્ઠાનને આચરનારનો આશય કયો છે ? એ અનુષ્ઠાન ભલે ને કદાચ અત્યન્ત પાપવ્યાપાર રૂપ હોય, પણ જો તેને આચરનારનો આશય કેવલ મોક્ષનો જ હોય, તો એ અનુષ્ઠાનને પણ શાસકાર પરમષિઓ “વિષયશુદ્ધ અનુષ્ઠાન' કહે છે. વિષયશુદ્ધ અનુષ્ઠાનના વિચારમાં માત્ર વિષય જ જોવાનો અને એ વિષય જો મોક્ષનો જ હોય, તો એ વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. અત્યન્ત પાપવ્યાપાર રૂપ અનુષ્ઠાનો, એ સ્વરૂપથી તો અશુદ્વ અનુષ્ઠાનો જ છે અને પરમ કલ્યાણના અર્થી આત્માઓએ તો જ અનુષ્ઠાનો વિષયથી પણ શુદ્ધ હોય, સ્વરૂપથી પણ શુદ્ધ હોય અને અનુબધથી પણ શુદ્ધ હોયએવાં સર્વ પ્રકારે શુદ્ધ અનુષ્ઠાનો માટે જ યત્નશીલ બનવું જોઇએ, પણ. વિવેકી આત્માઓએ જે અનુષ્ઠાનોમાં જેટલી જેટલી શુદ્ધિ હોય, તેટલી તેટલી શુદ્ધિનો પણ અપલાપ નહિ જ કરવો જોઇએ. સ્વરૂપથી અશુદ્ધ અથવા તો માત્ર અનુબધથી જ અશુદ્ધ એવા અનુષ્ઠાનો તરફ જીવો દોરાઇ જાય નહિ તેમજ વિષયથી, સ્વરૂપથી અને અનુબધથી પણ શુધ્ધ અનુષ્ઠાનો તરફ જ જીવો દોરાય, એની કાળજી અવશ્ય રાખવી જોઇએ, પણ એનો અર્થ એ નથી કે-જે અનુષ્ઠાન શુદ્વાશુદ્ધ હોય, તે અનુષ્ઠાનની અશુદ્ધિને કહેવી અને તે અનુષ્ઠાનની શુદ્ધિને છૂપાવવી ! વિષયશુદ્ધ અનુષ્ઠાનોમાં તો જેમાં ઝંપાપાત આદિ દ્વારા આત્મઘાત આવતો હોય, તેવાં અત્યન્ત પાપવ્યાપાર રૂપ અને એથી સ્વરૂપે સર્વથા અશુદ્વ અનુષ્ઠાનોનો સમાવેશ પણ હોઇ શકે છે. કેટલાક જીવો એવા પણ હોય છે કે એમને આ સંસાર અસાર છે અને એક મોક્ષ જ સાધવા યોગ્ય છે એમ લાગી જાય, એમને આ અસાર સંસારથી મુકિતને મેળવવાનું મન થઇ જાય, મોક્ષના