________________
૧૦૯
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સૂચક હોઇને, સ્વરૂપાદિથી અશુદ્ધ એવા પણ ધર્મો જો મોક્ષના જ આશયથી આચરવામાં આવતા હોય, તો તેને અપેક્ષાએ શુદ્ધ કહી શકાય છે. વિષયશુદ્વ અનુષ્ઠાન :
મોક્ષનો આશય અચરમાવર્ત કાલમાં પ્રગટી શકતો જ નથી. મોક્ષનો આશય પ્રગટે તો ચરમાવર્ત કાલમાં જ પ્રગટે. વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ ધર્માનુષ્ઠાનોનું સેવન ચરમ પરિવર્તમાં આવેલા જીવો જ કરી શકે છે. આથી ચોથી વિશિકામાં ચરમ પરિવર્તનું વર્ણન કરવામાં આવ્યું છે અને ચોથી વિશિકાનું નામ પણ “ચરમપરિવર્ત-વિશિકા' છે. કયા જીવો ચરમાવર્તન પામે છે. અને કયા જીવો ચરમાવર્તન પામતા નથી. એ વિગેરે વાતો કરતાં પહેલાં અહીં પ્રસંગ આવ્યો છે તો વિષયશુદ્ધિ ધર્માનુષ્ઠાનો વિષે વિચાર કરીએ. વિષયશુક, સ્વરૂપશુદ્ધ અને અનુબન્ધશુદ્ધ -એ ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો પૈકીનાં પહેલા બે પ્રકારનાં ધર્માનુષ્ઠાનોને તેમાંના મોક્ષના આશયની પ્રધાનતાદિને લઇને જ સુંદર ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. અનુબન્ધશુદ્વ અનુષ્ઠાન ભિનચન્થી જીવો સિવાયના જીવોને નથી હોઇ શકતું, જ્યારે વિષયશુદ્વ અનુષ્ઠાન અને સ્વરૂપશુદ્વ અનુષ્ઠાન ચરમાવર્તન પામેલા મિથ્યાદ્રષ્ટિ જીવોને હોઇ શકે છે. આવી મિથ્યાત્વની હાજરીમાં સર્વથા ધર્માભાવ જ હોય, એવું કહી શકાય નહિ. કેટલાકો કહે છે કે-મિથ્યાત્વની હાજરીમાં ધર્મ આવે જ નહિ, પણ એવું માનનારા અને કહેનારા એ બીચારાઓ એટલું ભૂલી જાય છે કે-ચાર દ્રષ્ટિ સુધીનો વિકાસ, કે જે વિકાસ પણ સાધારણ કોટિનો નથી, તે મિથ્યાત્વની હાજરીમાં થઇ શકે છે અને સભ્યત્વને પામવાની તૈયારી પણ મિથ્યાત્વના કાલમાં જ થાય છે. “મોક્ષનો આશય પ્રગટવાને માટે અને મોક્ષના આશયથી ધર્મ તરફ દ્રષ્ટિ થવાને માટે મિથ્યાત્વની ઘણી જ મન્દતા થવી જોઇએ.” -એ વાત બરાબર છે, પણ મિથ્યાત્વની હાજરીમાં ધર્મ આવે જ નહિ. એમ કહેવું, એ બરાબર નથી. વિષયશુદ્ધ અનુષ્ઠાનોમાં તો અત્યન્ત પાપવ્યાપાર રૂપ અનુષ્ઠાનોનો પણ સમાવેશ થઇ જાય છે.