________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૦૭
વિદ્વત્તાનો ઘમંડ હોવા છતાં, એમનામાં જે સરલતાનું દર્શન થાય છે તે તો અતિ વિરલ છે. એક સામાન્ય નિમિત્ત મળતાં એ ઉપકારી મહાપુરૂષ એમનું જે સુન્દર ભાવિ ઘડ્યું - એ વાત તો કોઇ પણ રીતિએ વિસરી વિસરાય તેમ નથી. એ મહાપુરૂષ સમર્થ ધર્મશાસકાર ધર્માચાર્ય બન્યા પછી પણ, પેલાં વયોવૃદ્ધ સાધ્વીજીના ઉપકારને વિસરી ગયા નથી. એ મહાપુરૂષે એ વયોવૃદ્ધ સાધ્વીજીને ધર્મમાતા તરીકે જ માન્ય રાખ્યાં હતાં અને એથી એ મહાપુરૂષે જ્યાં ને ત્યાં પોતાને “યાકિની મહત્તરા-સનુ' એટલે એ યાકિની નામનાં મહત્તરાના પુત્ર તરીકે જ ઓળખાવેલ છે. સાધારણ રીતિએ વિચારનારને એમ લાગે કે-એ મહાપુરૂષ ઉપર એ. સાધ્વીજીએ કયો મોટો ઉપકાર કરી નાખ્યો હતો ? એ જે ગાથા. બોલ્યાં હતાં, તે ગાથા કાંઈ તેમને સંભળાવવાને માટે અને એ ગાથાને સંભળાવીને તેમને સન્માર્ગે લાવવાને માટે બોલ્યા નહોતાં. જે કાંઈ બન્યુ હતું, તે અકસ્માત જ બન્યું હતું. તે પછી પણ એ સાધ્વીજીએ તો માત્ર પોતાના ધર્મગુરૂ પાસે જવાનું જ સૂચન કર્યું હતું. આમ છતાં પણ, એ મહાપુરૂષને એમ લાગ્યું કે હું સન્માર્ગને પામ્યો, તેમાં નિમિત્ત તો આ સાધ્વીજી ને ! માટે એ જ મારાં ધર્મ-માતા.' આ કૃતજ્ઞતા ગુણ પણ અસાધારણ કોટીનો છે. ઉત્તમ આત્માઓ અન્યના લેશ માત્ર ઉપકારને પણ સ્વખેય ભૂલી શકતા નથી અને અન્યના મોય પણ અપકારને સ્વપ્રય યાદ કરતા નથી. અધમ આત્માઓની દશા એનાથી વિપરીત પ્રકારની હોય છે. અધમ આત્માઓ અન્યના મોય પણ ઉપકારને ઘણી જ સહેલાઇથી ભૂલી જઇ શકે છે અને અન્યના નાના પણ અપકારને સ્વયેય વિસરી શકતા નથી. આ સ્વભાવના કારણે, ઉત્તમ આત્માઓ સદાય પ્રશાન્ત ચિત્તવાળા રહી શકે છે અને અધમ આત્માઓનું હૈયું સદાને માટે કેષથી ધમધમતું રહે છે. ઉત્તમ આત્માઓ પોતાના તેવા પ્રકારના સ્વભાવને કારણે દિન-પ્રતિદિન ચઢતી કલાએ ગુણશ્રેણિના સ્વામી બનતા જાય છે અને અધમ આત્માઓ પોતાના તેવા પ્રકારના સ્વભાવને કારણે દિન-પ્રતિદિન ચઢતી કલાએ