________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
દોષશ્રેણિના સ્વામી બનતા જાય છે. એ મહાપુરૂષમાં ઉત્તમ આત્માઓને છાશ્તા ઉંચી કોટિની સરલતા અને ઉંચી કોટિની કૃતજ્ઞતા આદિ ગુણો હતા, માટે જ તેઓ એક સામાન્ય નિમિત્ત પ્રાપ્ત થતાં ઉન્માર્ગને તજીને સન્માર્ગના પરમ સેવક બની શક્યા.
૧૦૮
ફુલનીતિ ધર્મનું વર્ણન :
હવે ત્રીજી વિશિકાનો વિષય જોઇએ. આનું નામ છે ‘કુલનીતિધર્મવિંશિકા' ગ્રન્થકાર પરમષિએ આ વિંશિકામાં વિશિષ્ટ લોકમાં પ્રવર્તતા અને કેટલાંક ભિન્ન ભિન્ન પ્રકારનાં શાસ્ત્રોએ કહેલા કેટલાક કુલધર્મો તથા નીતિધર્મોનું બ્યાન આપ્યું છે. એ કુલધર્મો તથા નીતિધર્મોનું બ્યાન આપવાનો હેતુ એ છે કે-એ ધર્મો એ વસ્તુતઃ ધર્મો નથી અને એથી એ ધર્મોને સારી રીતિએ સેવવા છતાં પણ તે જીવો પરમ કલ્યાણને પામી શકતા નથી. બ્રાહ્મણ આદિ વર્ગોનાં બ્રહ્મચર્ય આદિ આશ્રમો છે. આ આશ્રમોને અંગે તેઓના પોતપોતાનાં શાસ્ત્રોથી સિદ્ધ એવા ધર્મો યતનાદિ ભેદથી નાના પ્રકારના વર્ણવેલા છે. એ ધર્મો સ્વર્ગાદિકનું સાધન થતા હોવા છતાં પણ પરિણામે વિરસ છે. કારણ કે-તેમાં અજ્ઞાન હોય છે અને મોહનો અભાવ હોતો નથી. એવા માણસોમાં વૈરાગ્ય નથી જ હોતો એમ નહિ, પણ તેઓનો વૈરાગ્યે ય મોહગર્ભિત હોય છે, કારણ કે-તેઓ પોતે મોપ્રધાન હોય છે. સંસારની વાસનાના સર્વથા ક્ષયનો હેતુ તેમાં હોતો નથી. આવા લોકો જૂદા જૂદા પ્રકારે પોતપોતાના શાસ્ત્રોએ નક્કી કરી આપેલા કુલધર્મોનું અને નીતિધર્મોનું પાલન કરે, તો પણ તે મોક્ષસાધક બની શકે નહિ. માત્ર આમાંના કેટલાક લોકો, કે જેઓમાં મોક્ષનો આશય પ્રગટ થયો છે, તેઓ એ મોક્ષના આશયથી જે ધર્મોને આચરે તે ધર્મોને અપેક્ષાએ શુદ્ધ કહી શકાય. કોઇ પણ ધર્માનુષ્ઠાન વસ્તુત: તો વિષયશુદ્વ પણ હોવું જોઇએ, સ્વરૂપશુદ્વ પણ હોવું જોઇએ અને અનુબન્ધશુદ્ધ પણ હોવું જોઇએ; પણ જે અનુષ્ઠાનમાં સ્વરૂપશુદ્ધિ અને અનુલબ્ધશુદ્ધિ ન હોય તોય વિષયશુદ્ધિ હોય તો તેનો અપલાપ નહિ કરવો જોઇએ. મોક્ષનો આશય, એ વિષયશુદ્ધિનો