________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
સ્વચ્છંદીઓએ ઉત્કૃપ્રરૂપણા કરી એ છે. એ સિવાય બીજું કાંઇ નથી. જૈન ધર્મગ્રંથોમાં સાચા તપસ્વીઓનાં વર્ણનો સકલ વિશ્વનું અજબ આલેખન અને દેવ-ગુરૂ-ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ રીતે દેખાઇ આવે છે. જૈન શાસ્ત્રમાં પ્રરૂપેલું દાન મૂર્ચ્છ ઉતારનારૂં જ હોય. એ ધનની મહત્તાને વધારનારુ નથી. શ્રી નિશાસનપ્રણિત તપ, કાયકલેશ, મન:સંતાપ, એ બુધ્ધિભ્રંશ અને આત્મઘાત કરનારૂ નથી પણ આત્મશુધ્ધિ કરનારૂ છે. તે તપ વિરતી લાવે, પણ મમત્વ વધારે નહિ. આત્મશક્તિ લાવે પણ તેને ઘટાડે નહિ. શ્રી જિનશાસને નિરૂપેલું શીલ પણ સચોટ છે. ગમે તેનો આગ્રહ એ શીલ નથી, પણ વિવેકપૂર્વક કેળવાયેલું આત્મબળ એજ શીલ છે. મોહમાં ફસ્યા વગર આત્મશુધ્ધિકારી વતનિયમોનું પાલન કરવામાં શીલરક્ષણ રહેલું છે. ભાવની શુધ્ધિમાં પણ વિરતિ રહેલી છે.
૧૦૫
દુનિયામાં સુખેથી રહેવું હોય તો ખુશીથી યા વગર ખુશીથી નીતિમર્યાદાનું અવલંબન કરવું જ પડે છે. આ નીતિ ધર્મને સહાયકારી બની શકે છે પણ માત્ર નીતિ એ કાંઇ ધર્મ નથી. ધર્મનું ક્ષેત્ર લોકોત્તર છે, પારલૌકિક છે, તેથી ઇહલૌકિક હિતની સાથે ધર્મ સીધો મેળ ખાય એમ નથી. લૌકિક બાબતોમાં ધર્મ હોય જ નહિ પણ લૌકિક બાબતોની સહાયથી પારલૌકિક ધર્મ આચરવામાં આવે છે, એટલે લૌકિક લાભ હાનિ પરથી સાચા ધર્મની યોગ્યાયોગ્યતા આંકી શકાય નહિ. જૈન સાધુઓનો કાંઇ પણ ઉપયોગ લૌકિક કામો માટે હોતો નથી. શ્રી જિનમંદિર, દેવદ્રવ્ય, ઉપાશ્રયો આદિ દેવ-ગુરૂ, ધર્મની ચીજો લૌકિક કામોમાં વાપરી શકાય નહિ, એટલે જૈન ધર્મનો વિરોધ કરનારા ઘણાં છે. પણ વિરતિ પમાડવાની જૈન ધર્મની એજ અનુપમ યોજ્ના છે. વિરતિ વગર ધર્મ નથી. એ વિના પરલોક સુધરતો નથી. પરલોક એજ ધર્મનો મુખ્ય વિષય છે. ઇહલોકમાં ધર્મ આચરવાનો હોય છે પણ તે પરલોક માટે હોય છે, તેથી ઇલોકમાં શું સારૂં છું તે નહિ જોતાં ધર્મની બાબતમાં પરલોક માટે શું હિતકારી છે તે જ જોવાનું હોય છે. આ દ્રષ્ટિને સમ્યક્ કહેવાય છે.