________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૦૩ અર્પાય, પણ પ્રસાદી તરીકે તેનો ભોગવટો ભકતો નહિ કરી શકે. જુદી જુદી ચીજો અર્પવામાં મોક્ષપ્રાપ્તિનો જ હેતુ હોય. ઇશ્વરની મૂર્તિ થાય નહિ એવો આગ્રહ નથી, તેમજ મનુષ્યના જુદા જુદા વિકારોને પોષણ મળે એવી મૂતિઓને પણ પ્રભુના નામે કરવાનો નિષેધ શ્રી જિનશાસને કરેલો છે. જિનાલયો અને તીર્થક્ષેત્રો એટલે મુકિતની સાધનાનાં ધામો. લૌકિક હેતુ સાધવાનો ત્યાં ઇરાદો રખાય નહિ. પારલૌકિક ઉદ્દીષ્ટ પાર પાડવા માટે શ્રી જિનાલયોની યોજના છે. શ્રી જિનમંદિર અને તેની સેવાપૂજા માટે શ્રી જિનશાસ્ત્રમાં ઉચિત વિધિ ઠીક ઠીક કહેવાએલો છે. તે જડ છે તેથી કરીને જ શ્રી જિનમંદિરો અને સેવાપૂજાની જૈન પ્રણાલી દુનિયામાં વખણાય છે.
દેવદ્રવ્યની યોજના તો એકદમ અનેરી જ છે. જુદા જુદા ધર્મના લોકો જે દાન આચરે છે તે સમાજનાં ધાર્મિક મનાતાં કામોમાં ખર્ચાય છે, પણ શ્રી જિનમંદિરમાં જે ચીજો આવી તે બધી માત્ર શ્રી જિનબિંબ અને શ્રી જિનમંદિરો માટે જ ખર્ચી શકાય છે. આથી શ્રી જિનમંદિરો આલેશાન બને છે અને તેની કલા દુનિયાભરના લોકોને આકર્ષે છે. આ દેવદ્રવ્યને બીજા કાર્યોમાં વાપરવું, એ મહા પાપ મનાય છે તેમજ તે વધારવું એ મહા પુણ્ય મનાય છે. દેવદ્રવ્ય માટે અનીતિથી કમાયેલું ધન આપવાનો નિષેધ કરવામાં આવ્યો છે. લખ્યું છે કે- જિણવર આણારહિયે વધારતાવિ કેવિ જિણવ્યું | બુડંતિ ભવસમુદ્ર, મૂઢા મોહેણ અન્નાણી || શ્રી જિનની આજ્ઞાનો ભંગ કરીને એટલે અનીતિથી જે કોઇ નિદ્રવ્ય વધારશે, તે અજ્ઞાની મૂર્તો ભવસાગરમાં ડૂબશે. એટલે જુદા જુદા મતના શ્રીમંતો અનીતિથી કમાયેલી સંપત્તિ પાપ ધોવા માટે જેમ મંદિરો બાંધવામાં વાપરે છે, મજીદો અને ચર્ચાને આપે છે, તેમ શ્રી જિનશાસનમાં થઇ શકે જ નહિ. એટલે ધર્મ જૈન નીતિમાન હોય જ. જનની બાબતમાં અનીતિ સંભવે જ નહિ.
ખ્રિસ્તીઓના ધર્મગુરૂ પાદરીઓ અને નન્સો ભારે વેતન લઇને