________________
૧૦૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છતાં ઘણાખરા લોકો ત્યાગના વૈરી જણાય છે. એવી રીતે ત્યાગના સ્ત્રોતો
જ્યાંથી સ્ત્રવે છે, તે દેવ, ગુરૂ શાસ્ત્રનાં ઉગમો જો અવિરતિથી દૂષિત થયેલ હોય તો પછી અનાદિ કાળથી જડથી જકડાએલા સંસારી જીવો ત્યાગ કેમ પામશે ?
અનંતજ્ઞાનિઓએ શ્રી જિનશાસનની અનુપમ યોજના અખંડ અને શુદ્ધ રાખી, ભવી જીવોને વિરતિ પમાડવાની વ્યવસ્થા પરમ ઉપકારબુકિએ કરેલી છે. સર્વજ્ઞ ભગવાનોએ આ યોજના ઘડી એટલે તે તીર્થકરો કહેવાય છે. શ્રી જિનશાસન ભવી જીવોને તારે છે તેથી તે તીર્થ કહેવાય છે અને એ તીર્થના પ્રવર્તકો તીર્થકર કહેવાય છે. આ તીર્થકરો કોઈ મહંમદી, પિસ્તી, પારસી, યહુદી, શિખ, આર્યસમાજી આદિ મતવાળાના કલ્પિત ઇશ્વરની જેમ નિર્ગુણ, નિરાકાર, સૃષ્ટિની ઉત્પતિ, સ્થિતિ અને લય કરનારા હોતા નથી, તેમજ વૈદિકોની માન્યતા મુજબ ફરીથી અવતરનારા પણ હોતા નથી. તેઓ અન્ય જીવોની જેમ ભવભ્રમણ કરી મુકત થયેલા હોય છે. પૂર્વની પરમ ઉપકારબુદ્ધિથી મુક્તિનો માર્ગ તેઓ બતાવે છે, એજ એની વિશેષતા છે. પોતે મુકિતને જાણીને અને ભવભ્રમણનો અનુભવ લઇને જ તેની પ્રરૂપણા કરે છે. મુકિત મેળવ્યા પછી ફરી તે સંસારમાં સગુણ રૂપે આવતા નથી, છતાં આદર્શરૂપે ભવ્ય જીવોને માર્ગદર્શક બન્યા જ કરે છે. દુનિયા અનાદિ અનંત હોવાથી તેની ઉત્પત્તિ, સ્થિતિ, લય કરવા માટે કોઇની જરૂર હોતી નથી અને એ કામ તીર્થકર અને સિદ્ધ જવા ઇશ્વરો કરતા જ નથી.
એવું શુદ્ધ સ્વરૂપ તીર્થંકર અને સિકનું હોવાથી તેઓની સેવાપૂજામાં પણ શુદ્ધતા રાખવી પડી છે. ચર્ચામાં જેમ લૌકિક કાર્યો કરી શકાય, મજીદોમાં જેમ રહેવાય, હિદું દેવાલયો જેમ ઘરની માફક વાપરી શકાય, અગ્યારીઓમાં જેમ અગ્નિ સળગાવાય તેમ જિનાલયમાં કાંઇ પણ કરી શકાય નહિ. ત્યાં તો સેવા-પૂજા વગર કાંઇ પણ થાય જ નહિ. સેવા પૂજાની વિધિ પણ કેટલી વિશુદ્ધ ! સારામાં સારી ચીજો ત્યાં લાવી પ્રભુને