________________
૧૦૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અનંતજ્ઞાનિઓએ નિરૂપણ કરેલ દેવ, ગુરૂ, ધર્મના સ્વરૂપની સાથે બીજા ધર્મોથી પ્રણિત દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ સરખામણિમાં ઉતરી શકે એવું નથી જ. જનોને આટલું ભાગ્ય પરંપરાથી જડ્યું છે તો પણ કેટલાંક જનો તેની અશાતના કરે છે અને નેતરો સર્વજ્ઞપ્રણિત દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ જાણવા જેટલી પણ દરકાર સેવતા નથી એ તેઓના માનવપણાને પણ. કલંકભૂત છે. કદાચ મૂકી દઇને કોઇ પણ વસ્તુનો સ્વીકાર કરવા જેવો હોય તો તે ધર્મ જ છે, પણ દુઃખ એ છે કે-ધર્મની બાબતમાં કદાચ સેવાય છે, તો પછી દેવ, ગુરૂ, ધર્મનું સાચું સ્વરૂપ કેમ સમજાય ? અને તે સમજ્યા વગર સુખ શાંતિ મળવાની નથી એ વાત નિ:સંશય છે. જીવન પ્રગતિ :
માર્ગાનુસારી, સમકિતધારી અને પંચાણુવતધારી બનવા માટે બાહ્ય સંયોગો ઉચિત લાગ્યા એટલા માટે જ હુ તેમ બનું છું. માત્ર દ્રવ્ય થકી. ભાવ થકી બનવાનું મારા પુરૂષાર્થ પર અને સારી ભવિતવ્યતા પર નિર્ભર છે. તે કયારે થશે એ કેવળી જાણે. અત્યારે તો માર્ગાનુસારીપણાના પાંત્રીસ ગુણો યોગ્ય પ્રમાણમાં મારામાં નથી, અને મિથ્યાવાસના ઘણી બાકી છે. હજુ વિષય આકર્ષે છે, કષાયો તીવ છે, લૌકિક કાર્યોમાંથી પણ ધર્મબુદ્ધિ ગઈ નથી, જુદા જુદા ધર્મોના દેવ, ગુરૂ, ગ્રંથાદિ માટે પૂજ્યબુદ્ધિ મનમાં વસે છે અને ક્લિાગમોનું જ્ઞાન નહિ ધું જ છે. સંસાર અસાર લાગે છે અને જેનધર્મ સર્વશ્રેષ્ઠ લાગે છે એમાં શંકા નથી. એ ભાવનાના આધારે દ્રવ્ય થકી પંચાણુવતધારી બનવાનું મનોવૈર્ય એ આશાથી જ કરી રહ્યો છું કે-મારૂં બધું મિથ્યાત્વ વિનાશ પામશે, નહિ તો પંચાણુવતો પાળવાં એ કાંઇ બાળચેષ્ટા નથી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ ગુણોની મહત્તા બધા માનવી ગાય છે અને તેનું પાલન કરી રહ્યાનો ડોળ ઘણાખરા કરે છે, પણ વિવેકપૂર્વક પ્રમાણિકતાથી આ ગુણોનું પાલન કરવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે. સમકિત તો ગુણરાજ છે. સમક્તિ આવ્યા પછી કષાયાદિ દોષો પણ ગુણ નીવડે. તેની ગેરહાજરીમાં