________________
૯૯
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
જગ્યા કયાં છે ? સર્વજ્ઞના શાસનને અનુસરીને જો કાંઇ સુધારણા આવશ્યક હોય તો તેની ના નથી, પણ સ્યાદ્વાદ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નામે આ લોકો સ્વચ્છંદ પ્રવર્તાવવા લાગ્યા છે. વૈદિકોમાંના દ્વૈત, અદ્વૈત, સાંખ્ય આદિ મતવાળા અને શૈવ, વૈષ્ણવ, શાકતાદિ પંથવાળા આમ એકાંતિક બની મિથ્યાત્વી બન્યા છે. ક્રિશ્ચિયન, પારસી, બૌદ્ધ, શીખ, મહંમદી આદી ધર્મવાળાઓએ પણ એકાંતમત પ્રરૂપ્યો છે. સર્વશ ભગવાનના જિનશાસનમાં દેવ, ગુરૂ, ધર્મનું સ્વરપ વી રીતે યુક્તિસંગપણે પ્રરૂપેલું છે તેવી રીતે તે બીજાકોઇ પણ ધર્મ કે પંથમાં પ્રરૂપેલું નથી. તેથી જ આજના બુધ્ધિવાનો પોતપોતાના ધર્મની વિરુધ્ધ બળવો કરી રહ્યા છે. ખેદની વાત એજ છે કે-તેઓ જેમ મિથ્યાત્વી ધર્મોનું ખંડન કરવામાં પુરૂષાર્થ બતાવે છે તેમ અનંતજ્ઞાનિઓના જિનશાસનની યુક્તિસંગતતા જોઇ તે સેવવામાં પુરૂષાર્થ આદરતા નથી. જૈનાચાર પાળવાનો પુરૂષાર્થ કદાચ નહીં થતો હોય તો પણ ગ્રંથપ્રસારના આ માનામાં સાચા ખોટા ધર્મનો વિવેક કરવા જેટલી મહેનત લેવામાં કાંઇ પણ હરકત જેવું નથી. વ્યકિતસ્વાતંત્ર્ય આ માનામાં સાચો ધર્મ ગમ્યા પછી તેમ ખુલ્લી રીતે કહેવાની અને શક્તિ મુજબ તે આચરવાની હિમત બતાવી શકાય તેમ
છે.
વૈદિકોના કરોડો દેવ, ભિન્ન ભિન્ન કક્ષાના ગુરૂઓ અને ધર્મના ભિન્ન ભિન્ન અભિપ્રાય એજ સુચવે છે કે-વૈદિક શાસનને કોઇ જ્ઞાની શાસ્તા જ નથી. પછી એવું ધર્મશાસન માનવા લાયક કેમ બને ? બૌધ્ધ ધર્મના દેવ બુધ્ધ, ગુરૂઓ ભિક્ષુભિક્ષણી અને બુધ્ધ તથા બૌધ્ધાચાર્યોનાં વચનો એજ ધર્મ એટલે તે પણ એકાંતિક ધર્મ બન્યા. પિશ્નનો, પારસીઓ, મહંમદીઓ અને યહુદીઓ આકાશમાંના અદ્રશ્ય દેવને માને છે અને યેશ્ ઝરક્રૃષ્ટ, મહંમદ અને ભિન્ન ભિન્ન જ્ઞાનાનાં પ્રેષિતોએ કીધેલા વચનોને અનુક્રમે પ્રમાણ ધર્મ માને છે. પાદરીઓ, દસ્તુરો, ફકીરો વિગેરે અનુક્રમથી તેઓનાં ગુરૂઓ છે. એ રીતે ઉપર ઉપરથી જોતા પણ નિશાસનના