________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કરતાં મિથ્યાત્વી ધર્મોના કદાગ્રહમાં વધારે અધર્મ થાય છે. એમ કહેવું અતિશયોકિતભર્યું નથી. પછી ભલે તે કથન ઘણાખરા ધર્મી કહેવડાવનાર લોકોને ઘણું ખોટું લાગે.
તેથી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શાસનપ્રેમીઓ જ હાલમાં સુદેવ, સુગુરૂ અને સચ્છાસનું યોગ્ય સ્વરૂપ સમજ્યા છે, એમ હું કહેવા માગું છું.
મારું કહેવું કદાચહભરેલું કે પક્ષપાતવાળું નથી એ હું અહીં ટુંકામાં સિદ્ધ કરૂં છું. સુદેવ, સદ્ગુરૂ અને સચ્છાને માનનારા તરીકે જે દિગંબર,
સ્થાનકવાસી, તેરાપંથી અને સુધારકો કહેવાય છે તેઓનો જ વિચાર પ્રથમ કરીએ. દિગંબરો પાસે સર્વજ્ઞપ્રણીત સારા છે જ નહિ. જિનાગમનો વિચ્છેદ થયો છે એમ સમજી તેઓ પંડિતોના જ ગ્રંથો પ્રમાણ માને છે, પણ આપણે જાણીએ છીએ કે-કેટલાંક આગમો વિચ્છેદ ગયાં છે તો પણ જિનાગમો મૌજૂદ છે. તે સૂત્રોને દિગંબરો માનવા ઇચ્છતા નથી અને જેને તેને માનવા લાગ્યા છે. તેથી તે ઉસૂત્રપ્રરૂપક બન્યા છે. નગ્નત્વ વગર મોલ નથી, એ વચન સર્વજ્ઞનું હોઇ શકે જ નહિ. મનુષ્યગતિના ભવ્યજીવો મોક્ષ મેળવવા માટે લાયક છે, એ અનંતજ્ઞાનિઓનું વચન છે, તેથી સ્ત્રી મોક્ષ માટે નાલાયક છે એવું પક્ષપાતી વચન સર્વજ્ઞ વીતરાગ ભગવાનના શાસનમાં હોયજ નહિ. તીર્થકર કવલાહારી હોતા નથી-એમ માનવાનું પણ અયુકિતક છે, કારણ કે દેહ હોય છે ત્યાં સુધી પણ યોગો હોય છે એટલે કવલાહાર લેવામાં જ માત્ર ત્રણ યોગ ચાલુ રહે છે અને તેથી કષાયતા આવે છે એમ પણ માનવાનું કારણ નથી. વલાહાર લઇને પણ વીતકષાયતા સંભવે છે. મૂર્તિને અલંકાર ચઢાવ્યા માત્રથી તે વીતરાગ ભગવાનમાં સરાગતા આવી જાય છે, એ કથન તદન ભૂલભરેલું છે. ટુંકમાં એમ કહી શકાય કે-દિગંબરોએ ઉસૂત્રપ્રરૂપણા ચલાવી શાસનની ઘણી હાનિ કરી છે.
દિગંબરોના કદાચહથી મુનિસંસ્થા નિર્બળ થઇ. સ્ત્રી મોક્ષને માટે અનધિકારી છે એમ ઠરાવતાં સાધ્વીઓ ન થઇ એટલે ચતુસંઘ