________________
૧૦૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ધર્મોપદેશનું કામ કરે છે, એટલે જુદા જુદા સત્તાધારીઓની જેમ તેઓ પણ સ્વચ્છેદી અમલદારો હોય છે. બીજા પણ કેટલાક ધર્મોમાં ગુરૂપદ ભોગવનારા ભોગી અને કંગાલ હોય છે. ધર્મગુરૂઓની ચારિત્રહીનતા અને જુલ્મના લીધે પોપશાહી અને ખિલાફતની વિરૂધ્ધ વળવા તેના અનુયાયીઓએ જ કહેલ છે. પિસ્તી અને મહંમદી ધર્મગુરૂઓએ માનવજાતિને સૈકાથી કેટલી પીડા આપી છે તેની સાક્ષી ઇતિહાસ આપે છે. હિંદુઓના મક્વાસી ધર્મગુરૂઓ અને બાબા વૈરાગીઓ તેમજ બૌદ્ધોનાં ભિક્ષુ-ભિલુણીઓ અને પારસી દસ્તરો કેટલાક અંશે સારા હોય છે, તો પણ તેઓ ઘરબારી હોવાથી અને અનુયાયીઓની લૌકિક ભાંજગડમાં ભાગ લેનારા હોવાથી સંયમ જાળવી શકતા નથી અને પદભ્રષ્ટ થાય છે. આવા કુગુરૂઓ અનુયાયીઓને લૌકિકવૃત્તિથી પાછા વાળી મુક્તિમાર્ગે કેવી રીતે લઇ જવા સમર્થ બનશે ?
- શ્વેતાંબર જૈન ગુરુઓ મક્વાસી હોતા નથી, કંચન-કામિનીને અડતા પણ નથી, કોઇ પણ લૌકિક બાબતમાં પડતા નથી. તેઓ પાદચારી, ભિલાન્નભોજી, શ્વેતાંબરધારી, કેશલુંચનાદિ તપ કરનારા હોય છે. એવા ત્યાગી મહાત્માઓને જોઇને, મૂઢ માણસો પણ વિરતિ પામે, એમાં નવાઈ શી ? ઇતર ઇતર ધર્મમતોમાં રહેનારા ધર્મગુરૂઓ સ્વચ્છેદી અને જુલમી હોય છે તેમજ જૈન ધર્મગુરૂઓ પણ એવા હોયજ એમ કલ્પીને આજના ભણેલા કેટલાક લોકો દેવગુરૂ વિરોધી હિલચાલ કરી રહ્યા છે. આ પઠિત મૂર્ખ અને કેટલાક નાસ્તિકો ન દેવ-ગુરૂ-ધર્મના વિરોધી હોય છે, પણ એમાં કશી નવાઇ નથી. ઇશ્વરનું વીતરાગત્વ અને નિરૂપાધિકત્વ તેમજ ધર્મગુરૂઓનું નિર્ચથપણું, આ વિરતિ પમાડવાની શી જિનશાસનની યોજનામાંની મહત્ત્વની વસ્તુ છે.
નશાસ્ત્રમાં સુદેવ અને સુગુરૂઓનાં જ મંડન હોય. સર્વજ્ઞ ભગવાનેજ કહાં તે પંચ મહાવ્રતધારીઓએ લિપિબદ્ધ કર્યું અને એજ સચ્છાસ્ત્ર કહેવાય. અલ્પજ્ઞોનાં જે તે ધર્મને ધર્મગ્રંથ માનીને જ લોકો અવળે માર્ગે દોરાય છે. જન જનતામાં પણ ઘણાં મતમતાંતરો થયા છે. તેનું કારણ કેટલાંક