________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૯૫
ગણાય છે. આ મિથ્યાત્વને પુષ્ટ કરનારૂ જ્ઞાન જ્ઞાન નથી, દર્શન દર્શન નથી અને ચારિત્ર ચારિત્ર નથી. મિથ્યાત્વી ઉદ્દિષ્ટથી જે કષ્ટોને વેઠે છે તે તપ નથી.-તે વગરનું જે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યચારિત્ર અને સમ્યકૃતપ હોય છે તેજ જૈનોને માટે ઉપાસ્ય છે. મોક્ષનું જ્ઞાન, મોક્ષ મેળવી આપે એવું દર્શન, મોક્ષસાધક ચારિત્ર અને મોક્ષદાયક તપ એ સિવાય સર્વોત્તમ, દુનિયામાં બીજું શું હોઇ શકે એમ છે ? એવા રત્નત્રય અને તપમય ધર્મની પ્રસ્થાપના જેઓએ કરી તે શ્રી અરિહંતદેવો, તે ધર્મની પ્રરૂપણા જે આચાર્યોએ અને ઉપાધ્યાયોએ કરી તે ધર્મગુરૂઓ, જે મહાત્માઓએ તે ધર્મનું પાલન કરી યુકિતપદ મેળવ્યું તે સિધ્ધો અને જે મહાપુરૂષો તે ધર્મને સંપૂર્ણતયા આચરણમાં મૂકે છે તે સર્વ શ્રી નવપદમાં છે. દુનિયાભરમાં મુમુક્ષુ માટે જે સારામાં સારૂં અને આવશ્યક હોય છે તેનો સમાવેશ શ્રી નવપદમાં છે. આ શ્રી નવપદના સંસ્થાપક અને પ્રરૂપકોને ભૂરિ ભૂરિ વંદના. હું એજ ઇચ્છું છું કે-શ્રી નવપદની આરાધના કરવાની પાત્રતા મારામાં આવે અને શ્રી નવપદારાધનનો મનોરથ સફળ થાય. દુનિયામાં મુમુક્ષુ જીવોની સંખ્યા કાંઇ ઓછી નથી, પણ મોક્ષની ઇરછા હોવા છતાં પણ સંખ્યાબંધ જીવો વિરુદ્ધ માર્ગે જાય છે. મોક્ષ સાધવા માટે દેવ, ગુરૂ, ધર્મની સાચી કલ્પના આવવી જોઇએ. એ કલ્પના આવ્યા પછી પણ અંતરાયર્મના લીધે કે બીજી ખામીઓના કારણે જીવ મોક્ષક્રિયા કરી ન શકે એમ બને, પણ દેવ, ગુરૂ અને ધર્મની યોગ્ય કલ્પના નહિ આવવી એ મોટામાં મોટી ખામી છે. લાયકાત હોવા છતાં પણ દેવ, ગુરૂ અને ધર્મની ખોટી કલ્પના લઇને ઘણા જીવો અવળે રસ્તે દોરાય છે એમ આપણે જોઇએ છીએ. પોતાને દેવ તરીકે ઓળખાવનાર, ગુરૂ તરીકે કહેવડાવનાર અને કોઇ પણ માર્ગને ધર્મ તરીકે ઉપદેશનારાઓની ફરજ કેટલી મોટી છે તે સ્પષ્ટ છે. સુદેવ જેમ ઘણા જીવોના તારણ માટે કારણ બને છે તેમ કુદેવ ઘણા જીવોને હાનિ પહોંચાડવા સાધનીભૂત થાય છે. એટલે બધા દેવો સરખા છે એ માન્યતા માર્ગભ્રષ્ટ કરનારી છે. તમે