________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
સમાજ, દેશ, માનવજાતિ, અને સમસ્ત પ્રાણીમાત્ર સંબંધી હોય, તેને સેવાર્થી નાસ્તિક કહેવાય. જે આસ્તિક મહાશય દેવ, ગુરુ, ધર્મનો પણ. ઉપયોગ પોતાના ઐહિક સ્વાર્થ માટે કરે છે. તે સ્વાર્થી કહેવાય, બીજા માટે કરે તે પરોપકારાર્થી ગણાય, પરલોકમાં આપણને પીગલિક સુખ મળે એવા હેતુથી જે આસ્તિક-શિરોમણી () દેવ, ગુરૂ, ધર્મનો ઉપયોગ કરે તે પરલોકસુખાર્થી ગણાય અને જે માત્ર મોક્ષની દ્રષ્ટિથી જ દેવ, ગુરૂ, ધર્મની ઉપાસના કરે તે મોક્ષાર્થી કહેવાય. એમ ઉદિષ્ટમાં ચાહે જેટલાં ભેદ હોય તો પણ માનવમાત્રને કાંઇ ને કાંઇ ઉપાસ્ય હોય છે એ વાત સ્પષ્ટ છે, કારણ કે- “પ્રયોજનમદિશ્ય ન મદોડપ પ્રવર્તત ” એટલે કાંઇક પ્રયોજન વગર નિબુધ્ધ પણ પ્રવૃત્તિ કરતો નથી.
હવે અહીં જોવાનું એ છે કે-પ્રવૃત્તિ સારી કઇ અને ખોટી કઇ. સારી દુનિયા માને છે કે-સ્વાર્થી પ્રવૃત્તિ ખોય, તો પણ આસ્તિકની સ્વાર્થી પ્રવૃત્તિ કેટલાક અંશે સારી ગણાય છે. પણ થોડા સુક્ષ્મ વિચારથી એમ જણાઇ આવશે કે- દેવ, ગુરૂ, ધર્મની ઉપાસના મોક્ષ કે પરલોક સુધારવા માટે હોવાથી પીગલિક સ્વાર્થ માટે તે કરવી એ ખોટું છે. એટલું જ નહિ પણ સ્વાર્થી નાસ્તિક કરતાં પણ એવો સ્વાર્થી આસ્તિક ઘણીવાર વધારે ભુંડી નિવડે છે, કેમકે-નાસિક સ્વાર્થી ઘણાંને દુઃખ આપીને પોતે ડુબશે, જ્યારે આસ્તિક સ્વાર્થી બીજાને દુઃખ આપતો નહીં હોય તો પણ પોતે ડૂબી બીજાને પણ ડૂબાવવામાં કારણરૂપ થાય છે, કારણ કે-કામ્યભકિતનો ખોટો દાખલો તે દુનિયાની આગળ ધરે છે. ઐહિક પૌગલિક સ્વાર્થની દ્રષ્ટિ ખોટી એ બધા કબૂલ કરે, પણ તે દ્રષ્ટિથીજ દેવ, ગુરૂ, ધર્મનો ઉપયોગ કરનારને કેટલાંક સારા ગણે છે પણ, એ મહામિથ્યાત્વ છે. એથી ઢોંગ વધે છે અને સ્વપર હાનિ મોટા પ્રમાણમાં થાય છે. એટલે આસ્તિનો સ્વાર્થ નાસ્તિકના સ્વાર્થ કરતાં પણ વધારે અનર્થકારી છે. ધર્મના નામે એ અનર્થ દુનિયામાં ચાલ્યા કરે છે, એટલે નાસિકના સ્વાર્થની જેમ આસ્તિકનો એ સ્વાર્થ સામાન્ય જનતાની આંખે