________________
૯ર
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ત્રીજી ગાથામાં કરવામાં આવે છે. તે ગાથામાં આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે “હે વીતરાગ ! તમારા સિદ્ધાન્તમાં યદ્યપિ નિયાણું બાંધવાનું નિવારણ કરેલું છે તથાપિ જન્મોજન્મને વિષે મને તમારા ચરણોની સેવા મળો.' તીર્થંકર ભગવાનના ચરણની સેવા અત્યંત દુર્લભ છે. તરવારની ધાર ઉપર ચાલવું તેના પ્રમાણમાં સુલભ ગણેલું છે. શ્રી આનંદધનજી મહારાજ ચૌદમા શ્રી અનંતનાથ ભગવાનની સ્તવના કરતાં કહે છે કે
ધાર તરવારની સોહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણસેવાT ધારપર નાચતા દેખ બાજીગરા, સેવના ધારપર રહે ન દેવા |
દેવતા સરખા પણ તીર્થંકર ભગવાનના ચરણની સેવાની ધારપર, રહી શકતા નથી, જ્યારે તરવારની ધારપર ચાલતા અનેક બાજીગરો નજરે પડે છે. આવી દુર્લભ સેવા જ્યાં સુધી આપણા ભવનો અંત આવ્યો નથી ત્યાંસુધી આપણને સદાકાળ મળતી રહે એવી ઇચ્છા રાખવાથી અને પ્રભુ પાસે તેવી યાચના કરવાથી તે મેળવવા આપણે ભાગ્યશાળી થઇશું, અર્થાત્ આપણું વર્તન તીર્થંકરભગવાને પ્રરૂપેલા માર્ગને અનુસરતું થશે અને પ્રાન્ત ઈષ્ટફળની પ્રાપ્તિ થઇ ભવવિચ્છેદ પણ થશે. | ઇતર દર્શનમાં અને જૈનદર્શનમાં શું તફાવત છે તથા દેવ, ગુરૂ, ધર્મ ઉપાસ્યરૂપે કોણ હોઇ શકે એ જણાવતાં લેખો:
માનવમાત્રને કાંઇ ને કાંઇ ઉપાસ્ય હોય છે, કેમકે ઉદ્દેશ આગળ રાખીને જ પ્રવૃત્તિ આદરવાનો સ્વભાવ પ્રાય:માનવજાતિનો છે. માનવામાં મુખ્યતયા નાસ્તિક ને આસ્તિક આ બે પ્રકાર છે. આ પ્રકાર મુજબ તેઓની પ્રવૃત્તિમાં પણ ફેર પડી જાય છે. વળી નાસ્તિકોમાં સ્વાર્થી અને સેવાર્થી તેમજ આસ્તિકોમાં પણ સ્વાર્થી, પરોપકારાર્થી, પરલોક સુખાર્થી અનો મોક્ષાર્થી આવા ભેદ કલ્પી શકાય છે. નાસ્તિકો પરલોકાદિ માનતા નથી, એટલે તેઓની બધી પ્રવૃત્તિઓ ઐહિક હિતને આગળ ધરીને થયા કરે છે. એ ઐહિક હિતની દ્રષ્ટિ માત્ર એકલા પુરતી જેની હોય તે નાસિકને સ્વાર્થી કહેવાય અને જેની ઐહિક હિતનો દ્રષ્ટિ કુટુંબીજન, ઇષ્ટમિત્ર, જ્ઞાતિ, કુલ,