________________
૯૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
સકર્મશીલ છે તો કોઇ પણ દેવ તમને તારક થશે એમ કહેવું એ પણ એકદમ ભૂલભરેલું છે. દેવ વગર પણ ચાલે, એ કલ્પના તો તદન નકામી છે.
ગુરૂની બાબતમાં પણ એમ જ કહેવાય. સદગુરૂ તો જીવતા-જાગતા દેવરૂપ છે. અજ્ઞાનોને માટે પણ સદ્ગુરૂ તારક બને છે અને કુગુરૂના યોગે લાયક જીવ પણ લાયકાત ગુમાવી બેસે છે. લાયકને સદગુરનો યોગ વખતસર મળ્યો તો બેડો પાર છે. કેટલાક આત્માઓને સદુધર્મનો ખ્યાલ કુદરતી હોય છે અથવા સુદેવના સુદર્શનથી, સદ્ગરના યોગથી કે સદ્ધર્મના વાંચન, શ્રવણ અને મનનથી ખ્યાલ આવી જાય છે. પણ ભવિતવ્યતા સારી ન હોય તો સદુધર્મનો કુદરતી ખ્યાલ પણ કુદેવ, કુગુરૂ અને કુશાસના યોગથી ભૂંસાઈ જાય છે અને જીવ મિથ્યાત્વમાં ફસે છે. અભવી જીવને તો સુદેવ, સદ્ગુરૂ અને સચ્છાસનો યોગ પણ ફળવાનો નથી અને કુદેવ, કુગુરૂ અને કુશાસનો સરખો મેળ સરખાને મળવાનો, એટલે દેવ, ગુરૂ, ધર્મનું સ્વરુપ જાણવા ઉપર જ જીવોનું ભાવી સારૂં થશે કે નરસું થશે એ વાત નિર્ભર છે.
દેવ, ગુરૂ, ધર્મને પારખવાની શક્તિ જે જીવોમાં હોય અને જે જીવો તે શકિતનો ઉપયોગ રાખી ધ્યેય તરફ કુચ કરવા જેટલી હિંમત ધરાવતા હોય, તેઓને ભૂરી ભૂરી વંદના હેજો. ધ્યેય પ્રાપ્ત કરવાની શક્તિ કદાચ ન હોય, પણ જે જીવોનું સમક્તિ શુદ્ધ હોય તે પણ વંદનીય મનાય, કેમકે યદ્યપિ તેઓ આદર્શ નથી છતાં તે માર્ગજ્ઞાતા તો ખરાજ. બીજાને અવળે માર્ગે લઇ જવામાં કારણ તો તે નહીં જ થવાના. પણ જે જીવોમાં દેવ, ગુરૂ, ધર્મને પારખવાની શક્તિ નથી એવા અસંખ્ય જીવો દુર્ગતિમાં જાય છે. તે જીવો જો મહત્ત્વાકાંક્ષી હોય તો બીજાઓને પણ અવળે માર્ગે લઇ જવા મથે છે. કુગુરૂઓ કુશારા પ્રરુપે છે અને કુદેવની ભકિત પ્રવર્તાવે છે. તેઓના મિથ્યાત્વી ભકતો અધર્મનો પ્રચાર કરે છે. આ અધર્મના કારણે પણ જીવો દુર્ગતિ પામે છે. લૌકિક સુખને માટે જે અધર્મ થાય છે તેના