________________
૯૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દિગંબરોમાં રહ્યો નથી. ચક્ષુ, અલંકારાદિમાં સરાગતા માનીને જૈનોમાં ઝઘડા પેદા કીધા. નગ્નત્વની હઠથી ન સાધુઓ આચાર જિનાગમ મુજબ પાળી શકતા નથી અને જૈનધર્મની પ્રભાવના પણ થઇ શકતી નથી. વૈદિકોના વર્ણાચારનો સ્વીકાર કેટલાક અંશે કરીને જનોમાં અનેક ઉપજાવવાના પણ દિગંબરો કારણભૂત થયા. સ્થાનકવાસિઓ એ પણ અનંતજ્ઞાનિઓની આજ્ઞાનો ભંગ કરીને સ્વચ્છેદ ચલાવી જિનશાસનને વગોવ્યું છે. જ્યાં સુધી માણસ સંસારમાં છે અને શરીરવિભૂષા કરે છે ત્યાં સુધી જિનબિંબની પૂજા સેવા કર્યા વગર રહેવું એ તેના માટે પાપ છે. આ પૂજાસેવામાં જે હિંસાદિ થતું હોય તે લૌકિક વ્યવહારમાં થતાં હિંસાદિ પાપોનું પરિપાન કરવા ઉપયોગી થાય છે. તેમજ સામાન્ય શૌચનું પાલન પંચમહાવતધારિઓને પણ કરવું જોઇએ અને તે માટે અમુકાયાદિની કેટલીક હિંસા થાય છે એવો બચાવ કરવો ખોટો છે. સાધ્વીઓની મર્યાદા પણ રથાનકવાસીઓ પાળતા નથી, એ જિનાજ્ઞાનો ભંગ છે અને કેટલાક અંશે આચારહીનતા પણ છે. સમાજસુધારક કહેવડાવનારાઓ તો લૌકિક વ્યવહારને મહત્ત્વ આપી અનંતજ્ઞાનિઓની આજ્ઞાઓનો અનાદર કરવામાં જ સુધારણા માનવા લાગ્યા તેથી સુધારણા થવાને બદલે ધર્મની વિરાધના જ થવા માંડી છે, એ ખુલ્લું દેખાય છે.
માત્ર સાધુ અવસ્થામાં જે આચાર અમુક પધ્ધતિએ યોગ્ય ગણાય તેનો ઉપદેશ ગૃહસ્થોને પણ કરી તેરાપંથીઓએ સેવાપૂજા, દયાદાનાદિક ધાર્મિક આચારનો લોપ કર્યો, એ ધર્મની મોટી વિરાધના છે. કેટલાંકોને ધર્મ જોઇતો જ નથી. તેમાં વળી આવા ઉપદેશકો મળ્યા એટલે પુછવું જ શું તેરાપંથીઓ દિન પ્રતિદિન વધતાં જાય તો એમાં કાંઇ નવાઇ નથી, કેમકેધર્મના નામે સંગ્રહ, પ્રમાદાદિ ઘણાં પાપો તેઓ ખૂબ પ્રમાણમાં આચરી શકે છે. વૈદિકોએ હિસા, પરિગ્રહાદિ પાપો જેમ ધર્મના નામ પર વધારી મિથ્યાત્વનો ફેલાવો કર્યો તેમજ દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી અને સમાજસુધારકોની વાત છે. સર્વજ્ઞના ત્રીકાળાબાધિત શાસનમાં સુધારાને