________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ગુણો પણ દોષરૂપ થાય.
ત્યાગ શ્રેષ્ઠ છે, એ વાત સર્વસંમત છે. ત્યાગ એજ ધર્મનો આધાર છે અને લૌકિક બાબતોમાં પણ એમ જ જોવામાં આવે છે કે-ત્યાગી માણસ વધુ સમર્થ અને સુખી હોય છે. એટલે લૌકિક બાબતોમાં મહત્તા મેળવવા માટે ત્યાગ અમુક અંશે આદરી કષ્ટ વેઠવાની ભલામણ બધા કરે છે અને ધણાખરા તેમ વર્તવાનો શ્રમ પણ કરે છે. જે શ્રમ સેવતા નથી તે નિાય છે : આળસુ, નાદાન, નિકમ્મા કહેવાય છે. પણ લોકોત્તર ધર્મની બાબતમાં એથી ઉલટો પ્રકાર જોવામાં આવે છે. ત્યાગની વાતો તો બધા કરે છે, પણ ત્યાગ વગર જેટલો ધર્મ આરાધાય તેટલો જ આરાધવાનું પસંદ કરે છે. જેમ કષ્ટ વેઠ્યા વગર સંસારમાં સફળતા મળતી નથી, તેમ ધર્મમાં પણ ત્યાગ વગર સફળતા મળતી નથી, છતાં નતાને ધર્મની કાંઇ ગરજ નહિ હોવાથી કષ્ટ વેઠ્યા વગર પણ ધર્મની આરાધના થાય એમ માને છે. તે માન્યતાને લીધે ઘણા મિથ્યા મતો ફેલાયા છે. અનંતજ્ઞાનિઓએ શ્રી જિનશાસન પ્રરૂપતાં એવી ખબરદારી લીધી છે કે-મિથ્યાત્વને સ્થાન નહિ મળે, તો પણ નામધારી જૈનો મિથ્યાત્વને પોષે છે, એ ખેદની બીના છે.
દેવ, ગુરૂ અને શાસ્ર આ ત્રણ ત્યાગના સ્ત્રોતો છે. આ સ્ત્રોતો જો ઉગમથી દૂષિત હોય તો તેના પ્રવાહના કાંઠે રહેનારને એટલે અનુયાયીઓને શુદ્ધ ત્યાગ ગમે જ નહિ. ઘેર સાચવીને ધર્મ થાય, દેહ પોષીને પણ આત્માને ખીલવાય આવી આવી જે ખોટી કલ્પનાઓ સમામાં ફેલાઇ છે, તે બધી આ મિથ્યાત્વને લીધે જ છે. દેવને કષાયી, પાધિવાળા, પક્ષપાતી અને સરનાર માનવામાં આવ્યા. ગુરૂ, સંસારીઓને લૌકિક બાબતોમાં પણ સલાહ આપનારા, તથા પોતે ઘરબારી, મઠપતિ અને સ્વચ્છંદથી પ્રરૂપણા કરનારા હોય છે. આવા કોઇ પણ સાધુએ અને પંડિતે લખેલા ગ્રંથો ધર્મશાસ્ર મનાય છે. એટલે દુનિયામાં અસંખ્ય ધર્મગ્રંથો, ધર્મગુરૂઓ અને દેવ સંબંધી કલ્પનાઓ પ્રસાર પામેલી છે,
૧૦૧