________________
૯૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
હોવી જોઇએ નહીં. એ ગુણસ્થાને ઉદયવિચ્છેદ પામતી અન્ય કર્મપ્રકૃતિઓમાં દૌર્ભાગ્યનામકર્મ, અનાદેયનામકર્મ અને અપયશનામકર્મનો ઉદયવિચ્છેદ પ્રરૂપેલો છે. કર્મગ્રંથમાં કહ્યું છે કેमणुतिरिणुपुत्वि विउवठ्ठ, दुहग अणाइज्जदुग सतर छेत्र्यो । सगसीइ देसि तिरिगइ, आउनि उज्जोअ ति कसाया
|
(વર્મચ-છ-) દૌર્ભાગ્યનામ કર્મ-જે કર્મને ઉદયે જીવ અવગુણ કર્યા વિના તથા વૈરાદિક સંબંધ વિના પણ પરને અનિષ્ટ લાગે છે. અનાદેય નામકર્મ-જે કર્મને ઉદયે જીવનું વચન ભલું હોય તોપણ કોઇ આદર કરી માને નહીં તે. અપયશનામકર્મ-જે કર્મને ઉદયે જીવનો અપયશ-નિંદા સર્વત્ર પ્રસરે છે. આ કર્મપ્રકૃતિઓનો ઉદય આપણામાં કેટલે અંશે છે તે સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરતાં આપણે સમજી શકીએ છીએ; એ કર્મપ્રકૃતિઓનો જ્યારે સર્વથી ઉદયભાવે નાશ થાય ત્યારે પાંચમા ગુણસ્થાનની હદ આપણે પામ્યા એમ માની શકાય. ઉપર જણાવેલા માર્ગાનુસારીના પાંત્રીશ ગુણો સંપ્રાપ્ત કરવાથી એ દશા સંપાદન કરવા આપણે સહેજે ભાગ્યશાળી થઇએ એમાં કોઇ પ્રકારની શંકાનું સ્થાન જણાતું નથી. એટલા માટે આપણી ચૈત્યવંદન જેવી નિત્યની ક્રિયામાં માર્ગાનુસારીપણું પ્રાપ્ત કરવાની પ્રાર્થનાનું સંયોજન કરવામાં આવેલું છે. જેથી તે તરફ હંમેશા આપણી દ્રષ્ટિ અવિચ્છિન્નપણે કાયમ રહે અને તે મેળવવા માટે આપણે ઉદ્યમવંતા થઇએ અને તે ઉદ્યમમાં ગદ્ગુર શ્રી વીતરાગ દેવના અપૂર્વ પ્રભાવથી આપણે ફતેહમંદ થઇએ.
આ પ્રકારની ઘણી અગત્યની બીજી પ્રાર્થના કરીને આપણે એજ પ્રથમ ગાથામાં વિશેષ વિશુદ્ધિ સંપ્રત કરવા ત્રીજી પ્રાર્થના કરીએ છીએ ને તેમાં ઇષ્ટ ફળની સિદ્ધિ થાઓ એવું યાચીએ છીએ. પ્રથમની બે યાચના કરનાર એટલે ભવનિર્વદિતા અને માર્ગાનુસારીપણાની માંગણી કરનાર નું ઇષ્ટ ફળ શું હોયતે ઉઘાડીજ વાત છે. પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય અને સર્વ પ્રકારનાં કર્મનો સંપૂર્ણ ક્ષય થાય એના કરતાં બીજી