________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દોરવીશું તો ઇચ્છિત ફળ પ્રાપ્ત થવામાં વિલંબ થશે નહીં.
વશwતેન્દ્રિયગ્રામ: એ પાંત્રીશમું અને છેલ્લું વિશેષણ છે. ઉપર જે છ શત્રુઓનો જય કરવા જણાવ્યું કે જ્યાંસુધી આપણી ઇંદ્રિયોસ્પર્શ, રસ, ધ્રાણ, ચલુ અને શ્રોત-આપણા કાબુમાં આવેલી નથી ત્યાં સુધી કદિપણ થઇ શકતોજ નથી. ખરું જોતાં એ છ શત્રુઓની તરફથી આપણા ઉપર રાજ્ય ચલાવનાર આ ઇંદ્રિયો છે અને તેની આજ્ઞામાં આપણે રહેતા હોઈએ તો છ શત્રુઓના પરાજયની વાતજ કયાંથી ? માટે આપણું સ્વાભાવિક સામ્રાજ્ય પ્રાપ્ત કરવા સારૂ સર્વથી શ્રેષ્ઠ અને પ્રથમ ઉપાય ઇંદ્રિયોનો આપણા ઉપરનો કાબુ દૂર કરીને તેમને હંમેશને માટે બંદીખાનામાં રાખવી. તેમ કર્યું એટલે આપણા શત્રુઓનું જોર નાશ. પામશે, આપણું ઉપર વર્ણવેલા સદ્ગુણ રૂપ ધન આપણે હાથ આવશે, અને પરિણામે આપણો સ્વાભાવિક સામ્રાજ્યનો વિજયવાવટો અખંડ ફરકતો રહેશે.
ઉપર જણાવેલા પાંત્રીશ વિશેષણોયુકત મનુષ્ય ગૃહસ્થ ધર્મની યોગ્યતા ધરાવે છે. એટલે બીજા શબ્દમાં કહીએ તો માર્ગાનુસારીપણું પ્રાપ્ત કરવા માટે આ પાંત્રીશ વિશેષણોથી પ્રદર્શિત થયેલા પાંત્રીશ ગુણો સંપાદન કરવા જોઇએ. એ ગુણો સંપાદન થાય ત્યારે આપણે વાસ્તવિક શ્રાવકપણું પામ્યા કહેવાઇએ. એ ગુણોને અભાવે ગુણસ્થાનની અપેક્ષાએ શ્રાવકપણાનું અસ્તિત્વ પ્રાય: સંભવતું નથી. ચૌદગુણસ્થાનક પૈકી ચોથા અપરિતિ સમ્યક્ત્વ ગુણસ્થાન અને પાંચમા દેશવિરતિ ગુણસ્થાને વર્તતો જીવ શ્રાવકપણું પામેલો કહી શકાય છે. આપણે વત પ્રત્યાખ્યાન કરીને પાંચમા દેશવિરતિ ગુણસ્થાને વર્તવાનો દાવો કરીએ છીએ. પરંતુ જ્યાં સુધી ઉપર જણાવેલા ગુણો આપણે સંપાદન કર્યા હોય નહીં ત્યાંસુધી યથાર્થપણે વિચારતાં તે ગુણસ્થાન આપણે પ્રાપ્ત કરેલું કહી શકાય નહી. જો એ ગુણસ્થાન આપણે પ્રાપ્ત કર્યું હોય તો જે જે કર્મપ્રવૃતિઓનો એ ગુણસ્થાને શાસ્ત્રમાં ઉદયવિચ્છેદ જણાવેલો છે તે કર્મપ્રકૃતિઓ આપણને ઉદયમાં