________________
૭૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
બલિ કામની જ પાર્જન ૫
પણ ધનોપાર્જન માટે જે ઉદ્યમ થાય, તેમાં દીન-અનાથાદિના ઉપભોગાદિ માટેની બુદ્ધિ કાયમ રહેવી જોઇએ. ધન પ્રત્યે વિરાગ ઉત્પન્ન થયા બાદ ધનોપાર્જન માટેના ઉદ્યમની જરૂર જ નથી, પરંતુ જ્યાં સુધી તેવો વિરાગ ઉત્પન્ન થયો નથી, ત્યાં સુધી ધનોપાર્જન પાછળ કેવળ સ્વ ઉપભોગનો જ નહિ, કિન્તુ દીન-અનાથાદિના ઉપભોગનો પણ ઉદ્દેશ રહેવી જ જોઇએ, એ શાસકારોનાં વચનોનું તાત્પર્ય છે.
ગૃહસ્થ ધર્મનું અધિકારીપણું પ્રાપ્ત કરવાને માટે જે જે ગુણોની આવશ્યકતા છે. તેમાં પ્રથમ ગુણ ન્યાયસંપન્ન વિમવ પણાનો દર્શાવેલો છે. એ ગુણ જો આપણે પ્રાપ્ત કરેલો ન હોય તો ધર્મમાર્ગ પ્રાપ્ત કરવાની પ્રથમ યોગ્યતા આપણામાં છેજ નહીં એમ નિ:સંશય સમજવાનું છે. સ્વામીદ્રોહ, વિશ્વાસઘાત, ચોરી આદિ અનેક પ્રકારનાં નિન્દનીય આચરણનો પુરેપુરો ત્યાગ કરીને ફકત સદાચારનું સેવન કરી જે પોતાની સંપત્તિ પ્રાપ્ત કરે છે. તેને ન્યાયસંપન્ન વિમવ એવું વિશેષણ આપી શકાય છે. અને તેવો પુરૂષ ગૃહસ્થધર્મને માટે જરૂરનાં અનેક લક્ષણોમાં સૌથી પ્રથમ દરજ્જો ધારણ કરતું લક્ષણ પામેલો ગણી શકાય છે, પરંતુ જેની સંપત્તિ ન્યાયને રસ્તે પ્રાપ્ત કરવામાં આવેલી નથી અને અનેક પ્રકારનાં અન્યાય આચરણથી સંચિત થયેલી છે તે ગૃહસ્થ ધર્મને માટે અધીકારી જ નથી એમ કહીએ તો તેમાં કાંઇ ખોટું ગણાશે નહીં. સર્વ ગુણોમાં આ ગુણ પ્રથમ દરજ્જો ભોગવતો હોવાથી તે બાબત આપણે ખૂબ લક્ષ પૂર્વક વિચાર કરવાનો છે. આપણા દરેક આચરણ સાથે આ ગુણનો થોડો યા વધારે સંબંધ રહેલો હોય છે. પૈસા વગર કોઇ પણ ગૃહસ્થનું વ્યવહારિક વા ધાર્મિક કાર્ય થવું ઘણે પ્રસંગે અશકય ભાસે છે અને તે પૈસો જો અન્યાયથી મેળવેલો હોય તો તેની મદદથી શુભ ફળ કેમ મળી શકે? મોટા અને નાના, ગરીબ અને તવંગર સઘળાએ આ બાબત વિચાર પૂર્વક મનન કરવાનું છે. કેટલીક વખતે આપણે લક્ષ પૂર્વક ઉપયોગ પહોંચાડતા નથી એટલે આપણે અન્યાય આચરણ આપણી દ્રષ્ટિ આગળ જોઈ શકતા નથી. દ્રષ્ટાંત તરીકે રેલ્વેની