________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૭૫ મુસાફરીમાં અમુક ઉમર સુધી ટીકીટ વગર અથવા તો અડધી ચકીટ ચાલે છે, અને અમુક વક્ત સુધી બોજો સાથે મફત લઇ જઇ શકાય છે. છતાં પણ તે હદ ઓળંગી ગયા હોઇએ ત્યારે પણ પૈસાની ખાતરજ તે હદવાળાને આપવામાં આવેલા હકો ખોટી રીતે ભોગવવા આપણું મન લલચાય છે અને તે લાલચની પ્રેરણાથી અસત્ય ભાષણ પણ કરવામાં આવે છે. તીર્થયાત્રા જેવા પવિત્ર નિમિત્તે મુસાફરી કરતી વખતે પણ ચાર વર્ષનું બાળક ત્રણ વર્ષની અંદરનું છે એમ જણાવી વગર થકીટે તે બાળકને સાથે યાત્રા કરવા લઇ વાના થોડા દાખલા મળશે નહીં. તેને પ્રસંગે ભાગ્યેજ આપણા મનમાં એવો વિચાર પણ આવતો હશે કે આવી ગતની ઠગાઇથી બચાવેલો પૈસો અન્યાયથી સંપ્રાપ્ત કરેલો કહેવાય અને તેમ થવાથી માર્ગનુસારીનું પ્રથમ લક્ષણ આપણે આપણી જાતથી દૂર રાખીએ છીએ અને તેમ કરીને આપણા ગૃહસ્થ ધર્મના અધિકારીપણામાં ન્યૂનતા ઉત્પન્ન કરીએ છીએ. ઉપરનું દ્રષ્ટાંત એક સામાન્ય છે. પરંતુ વ્યાપારીઓએ પોતાના વ્યાપારમાં, રાજ્યાધિકારી વર્ગવાળાઓએ પોતાના અધિકારવાના કાર્યમાં, નોકરીઆત વર્ગવાળાએ પોતાના શેઠ તરફની ફરજમાં, કારીગર વર્ગવાળાઓએ પોતાના ધંધામાં, અને વકીલ દાકતર વગેરે ધંધાધારીઓએ પોતાનાં કુલ અને બીજાઓની સાથેના વ્યવહારમાં એકનિષ્ઠાથી અને સંપૂર્ણ પ્રમાણિકપણાથી પોતાનું વર્તન ચલાવી નિર્મળ ન્યાયને માર્ગે દ્રવ્ય ઉપાર્જન કરવું જોઇએ. અનેક ત્રસ જીવોનો જેમાં વિનાશ થાય એવા મહામંત્રાદિ ચલાવવાના ધંધાથી સંપ્રાપ્ત થયેલું દ્રવ્ય પણ અન્યાયથીજ મેળવેલું ગણાય છે. જેમ અસત્ય સંભાષણ, અદત્તાદાન અને બ્રહ્મચર્યના ભંગથી મેળવેલું દ્રવ્ય પ્રત્યક્ષ રીતે અન્યાયથી સંચિત. કરેલું અંગીકાર કરવામાં આવે છે તે મુજબ અનેકપ્રકારના ત્રસ જીવોની વિરાધના કરીને ઉપાર્જન કરી શકાતુંદ્રવ્ય પણ અન્યાયથી સંચિત કરેલું કેમ ગણવું જોઇએ નહિ તે સમજી શકાતું નથી. જિનેશ્વર ભગવાને ગૃહસ્થધર્મને માટે અનુસરવાનાં જે જે વતો અને આચરણો દર્શાવેલાં છે