________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૮૩
સદાકાળ સેવાભકિત કરવી એટલું જ નહીં પરંતુ તેમનું આલોક અને પરલોકમાં હિત થાય એવાં અનુશાસનની યોજના જરૂર કરવી જોઇએ. આપણને તે મુજબ વર્તન કરવાની અભિલાષા અને સામર્થ્ય પ્રાપ્ત થાય તેટલા માટે સર્વદા પરમકૃપાળુ પ્રભુ પાસે અખંડ પ્રાર્થના કરવી એ અવશ્યનું છે.
૩પપ્પુત સ્થાનં ત્યન એવું દશમું વિશેષણ છે.સ્વચક્ર, મારી, મરકી (પ્લેગ) ઇત્યાદિથી અસ્વસ્થ થયેલું સ્થાન તજી દેવું એ સુખકારી છે; તેમ ન કરવાથી અનેક પ્રકારની વિટંબણા અને દુઃખો સહન કરવાં પડે છે.
અર્દિતે ભ્રમત્ત: એ અગ્યારમું વિશેષણ છે. દેશ, જાતિ અને કુળની અપેક્ષાથી જે જે કર્મ નિન્દિત ગણાતાં હોય તે કર્મ કરવામાં આપણે કદી પ્રવૃત્ત થવું નહીં, ગતિ કર્મ કરવાથી આપણું અશેષ ધામિર્ક કર્મ ઉપહાસનક થઇ પડે છે.
આયોષિતં વ્યયં ર્વત્ એ બારમું વિશેષણ છે. આવના પ્રમાણમાં ખર્ચ કરવો એ સઘળા સુજ્ઞનું લક્ષણ છે. આવક કરતાં વિશેષ ખર્ચ રાખવાથી થતા ગેરલાભો સુપ્રસિદ્ધ છે, તેમજ આવકને અનુસરીને યોગ્ય ખર્ચ ન કરવાથી પણ નસમૂહમાં અપકીર્તિ થાય છે. માટે આ વિશેષણ તરફ ખાસ લક્ષ આપવું ઘટે છે.
તેરમું વિશેષણ તેવું વિત્તાનુસારત: ભુર્વમ્ એ પ્રકારનું છે. ઉપરના વિશેષણમાં એનો સમાવેશ થઇ ગયેલો છે, પરંતુ વિશેષ લક્ષ ખેંચવા માટે આ વિશેષણ પૃથપણે દર્શાવવામાં આવેલું છે. પોતાની પાસે જેટલું વિત એટલે દ્રવ્ય હોય તેને અનુસારે પોતાનો પહેરવેશ રાખવો જોઇએ. ધનવાન હોઇને વસ્ત્રાલંકારાદિ સારાં અને મૂલ્યવાળાં ન રાખે તો ઉપહાસનું ભાન થાય છે. તેજ પ્રમાણે પૈસા સંબંધી સ્થિતિ નબળી હોય અને પહેરવેશ ખરચાળુ રાખે તો તેથી પણ તેમજ થાય છે, એટલું જ નહીં પણ અનેક પ્રકારની વિપત્તિઓ આવી પડે છે. ખાલી