________________
૮૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ધન ધાન્યાદિનું સંરક્ષણ કરવું ઘણું દુર્લભ થઇ પડે છે તેમજ ચોર અને જાર પુરૂષોનો ભય રહ્યા કરે છે એ પ્રત્યક્ષ વાત છે, અને તેમ હોવાથી પોતાના ચિત્તની સમાધિ રહી શકતી નથી, માટે દરેક ધર્માભિલાષી મનુષ્ય પોતાના રહેવાના મકાન બાબત ઉપર ણાવ્યા મુજબ પુરેપુરો ઉપયોગ રાખવો જોઇએ.
સદ્દાવારે: ધૃતમંગ: એ પ્રકારનું આઠમું વિશેષણ માર્ગાનુસારીનું દર્શાવેલું છે. આલોક અને પરલોકને હિતકારી જેઓની પ્રવૃત્તિ છે તેમને સદાચારવાળા કહેવામાં આવે છે. તેવા પુરૂષોની સાથે સંગ રાખવો એ સર્વ પ્રકારે લાભકારી હોવાથી તેમ કરવાની જરૂરીયાત બતાવવામાં આવી છે. શ્રાવકને નિત્ય કરવા યોગ્ય કૃત્યો મનિળાળની સઝાયમાં દર્શાવેલાં છે. તેમાં મ્મિગનળસંસો એવું સ્પષ્ટ હેલું છે. સદાચારવાળા જ્હોનો સંસર્ગ અહનિશ રાખવાથી શું શું લાભ પ્રાપ્ત થાય છે તે સંબંધી વિવેચનની કાંઇ પણ જરૂર નથી. એ વાત પ્રત્યક્ષ સિદ્ધ છે. માટે તેવી સંગતિ કરવા આપણે જરૂર પ્રયત્ન કરવો અને તેવો સંગ આપણને મળી આવે ને ચિરકાળ બન્યો રહે તે માટે પરમાત્માની પ્રાર્થના કરવી.
નવમું વિશેષણ માતાપિત્રોશ્ય પૂનઃ એવું ણાવેલું છે. આપણા માબાપનો આપણા ઉપર એટલો બધો ઉપકાર હોય છે કે તેનો બદલો કોઇ પ્રકારે વાળી શકાય તેમ નથી. જેઓએ અનેક પ્રકારનાં સંકટો વેઠી આપણને હાલની દશાએ પહોંચાડ્યા, જેઓના સતત પ્રયાસ વિના આપણી જીંદગાની, આપણી કેળવણી અને આપણી આરોગ્યતા પણ અસંભવિતપ્રાય જ્માય છે, તેઓને આપણું સર્વસ્વ અર્પણ કરીએ તોપણ તે કાંઇ વિસાતમાં નથી. આપણે જે કાંઇ પ્રાપ્ત કરેલું છે-તન, મન કે ધનતે સર્વ તેમનેજ આભારી છે અને તેમના વડેજ છે. તેઓને હરેક પ્રકારે સંતુષ્ટ રાખવામાં આપણે ઉદ્યમવંત થઇએ તો તેમાં આપણે કાંઇ પણ વિશેષ કરતા નથી. ફકત તેમની પાસેથી આપણે જે પ્રાપ્ત કર્યું છે તેનો તેમ કરીને અસંખ્યાતમો ભાગ પણ ભાગ્યે આપતા હોઇએ, માટે તેઓની