________________
૮૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
સાયન્ એવું આપેલું છે. ગૃહસ્થને માટે ધર્મ અર્થ-કામ એ ત્રણે વર્ગ જરૂરના છે. માટે એક બીજાને પરસ્પર ઉપઘાત ન થાય તેવી રીતે એ ત્રણે વર્ગ સાધવા. તેમ કરવાથી ધર્મારાધન રૂડી રીતે થઇ શકશે અને કોઇ પ્રકારનું વિઘ્ન વચમાં નડશે નહીં.
યાયાવરતિયોં સાઘો વિને ૫ પ્રતિપત્તિવ્ -એ ઓગણીશમું વિશેષણ છે. પોતાની શકિત અનુસારે અતિથિ-મુનિ, સાધુ-રૂડા આચારવાળા પુરૂષ અને દીન-હીનશકિતવાળા-એઓને અન્નપાન આદિ આપવું એ ગૃહસ્થને અવશ્ય આદરવા યોગ્ય ગુણ છે. સુપાત્રદાનથી અને અનુકંપાદાનથી અનેક પ્રકારના લાભ મેળવી શકાય છે. સંપ્રાપ્ત કરેલા દ્રવ્યનો પણ ખરેખરોવ્યય દાન આપવાથીજ થઇ શકે છે અને વાસ્તવિક રીતે તે વ્યય વ્યય નથી પણ અનંતગણું પ્રાપ્ત કરવાનો ઉપાય છે. જેમ ક્ષેત્રમાં એક દાણો વાવવાથી અનેક દાણા મેળવી શકાય છે તેમ દાનમાં વ્યય કરવાથી વિશેષ દ્રવ્ય મળે છે, અને પરિણામે વધતાં વધતાં ખરેખરી અત્મરિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.
સવામિનિવિષ્ટ: એ વીશમું વિશેષણ છે. હંમેશાં અભિનિવેશએટલે હઠ, કદાચહથી રહિત રહેવું, અર્થાત્ સરલ આશયવાળા થવું.
મુળેવું પક્ષપાતી એ એવીશમું વિશેષણ છે. ગુણ (સૌજન્યાદિ) ઉપર પક્ષપાત (બહુમાન) રાખવો અને અવગુણથી દૂર રહેવું અથવા અવગુણના પ્રતિપક્ષી થવું અને તેનો નિરાદર કરવો એ દરેક સજ્જને ઉચિત છે; તેમ કરવાથી પોતાનામાં સદ્દગુણોની વૃદ્ધિ થાય છે અને દુર્ગુણોનો નાશ થાય છે. ગુણ તરફ પક્ષપાત હોય તોજ સજ્જન પુરૂષોનો સંગ કરવાની ઇચ્છા થાય છે અને આઠમું વિશેષણ ત્તસંગ સવારે: આપવામાં આવ્યું છે તે પ્રાપ્ત થઇ શકે છે. જો સગુણ તરફ આપણી દ્રષ્ટિજ ન હોય તો તે ધારણ કરનારનો સંગ કરવાની ઇચ્છા જ કયાંથી થાય ? અને સત્સંગના જે પ્રત્યક્ષ લાભ છે તે કયાંથી મળે ? માટે હમેશાં ગુણ તરફ પક્ષપાત રાખવો, અર્થાત્ તેની ચાહના રાખી બહુમાન કરવું એ