________________
નક ભાગ-૧
૮૫
આઠ ગુણોપર ખાસ ધ્યાન રાખીને તે પ્રાપ્ત કરવા ઉદ્યમવંત થવું. - શ્રખવાનો ઘર્મમવંદમ્ એ પંદરમું વિશેષણ છે. ઉપરના વિશેષણમાં એનો સમાવેશ થયેલો છે, છતાંપણ ઉપર જણાવ્યા પ્રમાણે દરરોજ ધર્મશ્રવણ કરવું એ શ્રાવક નામ ધારણ કરવાને માટે પ્રથમ દરજે અવશ્યનું હોવાથી તે તરફ આપણું લક્ષ સારી રીતે રહે તેટલા માટે આ વિશેષણ જુદું જણાવ્યું છે.
સોળમું વિશેષણ 8ની મોનાલ્યાગી એવું દર્શાવ્યું છે. પ્રથમ ખાધેલું ભોજન પાચન થયું ન હોય ત્યાંસુધી બીજીવાર ભોજન કરવું નહીં એ ખરેખર હિતકારી વચન છે. સર્વરોગનું મૂળ કારણ અજીર્ણ હોય છે. ૩નીપ્રમવા રોગી: એ વૈદક શાસ્ત્રનું પ્રસિદ્ધ વાકય છે. અજીર્ણ નાશ કરવાનો સરસ ઉપાય ભોજન ત્યાગ એટલે ભૂખ્યા રહેવું એ છે. ભોજન કરતી વખતે હંમેશાં ઉણોદરીવત કરવું એટલે ખાવાની જેટલી રૂચિ હોય તેના કરતા પાંચ સાત કોળીયા ઉણા રહેવું એ ખાસ જરૂરનું છે, તેમ કરવાથી અજીર્ણ થવાનો સંભવ ઘણે ભાગે રહેતો નથી. પરંતુ કદાચ કોઈ પ્રસંગે અજીર્ણ થાય તો તે વખતે ભોજનનો ત્યાગ કરવાથી બીજો વ્યાધિ ઉદ્ભવતો નથી. '
રાત્તરમું વિશેષણ છાજે મોર' વે સામ્યત: એવું છે. ભોજત્યાગ વિષે કુહતું. અહીં ભોજન કયારે અને કેવી રીતે કરવું તે જણાવ્યું છે. સાભ્યપણે એટલે પોતાના શરીરને માફક આવે તે પદાર્થોનું પોતાને સુખ થાય તેવી રીતે યોગ્ય કાળે (જે વખતે ભુખ લાગી હોય ત્યારે-પણ તે પહેલાં કે પછી નહીં) ભોજન કરવું જોઇએ. તેમ કરવાથી શરીર હંમેશાં સુખી રહે છે અને ધર્મકરણી સારી રીતે થઇ શકે છે. તેનું લક્ષણ નીચે પ્રમાણે આપેલું છે.
पानाहारादयो यस्य, विरुध्धा: प्रकृतेरपि । सुखित्वायावकल्पन्ते, तत्सात्म्यमिति गीयते ।। અઠારમું વિશેષણ ૩ન્યોન્યાપ્રતિવધેન ત્રિવર્ગમાં