________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
કરીએ છીએ.
उ अनति व्यक्तगुप्ते सुपातिवेश्मिके स्थाने 3નિર્ણમદ્વારવિવનિત નિવેતન: આ પ્રકારનું સાતમું વિશેષણ. ગૃહસ્થ ધર્મના અધિકારીને આપવામાં આવેલું છે. આ વિશેષણથી જૈનગૃહસ્થનું રહેવાનું સ્થાન કેવા પ્રકારનું હોવું જોઇએ અને કેવા પ્રકારનું ન હોવું જોઇએ તે દર્શાવેલું છે. તે સ્થાન અત્યંત વ્યકત તેમજ અત્યંત ગુપ્ત ન હોવું જોઇએ. અત્યંત વ્યકત સ્થાનમાં રહેઠાણ હોય એટલે આજુબાજુ અન્ય ગૃહ નહીં હોય તો અનેક પ્રકારની ભીતી રહે છે, એ સહેજ અનુભવપરથી સ્પષ્ટપણે સમજી શકાય છે. તેમજ અત્યંત ગુપ્ત
સ્થાનમાં વાસ હોય એટલે આજુબાજુ સર્વ તરફ અન્ય ગૃહો વિર્ટલાઇ રહેલાં હોય તો પોતાના ઘરની શોભા બહાર જણાતી નથી એટલું જ નહીં પણ અગ્નિ આદિના પ્રકોપને અવસરે ઘણીજ મુશ્કેલી નડે છે. ધર્મધ્યાનમાં એવાં કારણોને લીધે વિક્ષેપ પડે નહીં તેટલા માટે પોતાનું રહેવાનું ઘર અનતિ વ્યકત ગુપ્ત સ્થાનમાં રાખવું એ સલાહ ભરેલું છે, એટલું જ નહીં પણ તે સ્થાન સુપ્રાતિર્મિક એટલે રૂડા આચારવાળા પાડોશી જ્યાં વસતા હોય તેવું હોવું જોઇએ. રૂડા આચારવાળા પાડોશીઓ ન હોય તો આપણે તેમની સાથે કોઇ પ્રકારનો પરિચય રાખીએ નહીં તોપણ તેઓના વિવિધ પ્રકારના આલાપ શ્રવણ કરવાથી અને ચેષ્ટાઓ જોવાથી આપણા ઉપર પ્રચ્છન્નપણે માઠી અસર થાય છે અને પરિણામે આપણા સગુણોની હાનિ સંભવે છે. એ વિગેરે અનેક પ્રકારનાં દૂષણો માઠા પાડોશથી ઉદ્દભવે છે, પોતાનું રહેવાનું સ્થાન શોધતી વખતે દરેક મનુષ્ય સારો પાડોશ મેળવવાને માટે પ્રયત્ન કરે છે, એટલે આ વિશેષણની જરૂરિયાત વિષે કાંઇપણ વિશેષ કહેવાની આવશ્યકતા રહેતી નથી. હવે રહેવાના ઘરના સંબંધમાં જે ત્રીજું વિશેષણ આપવામાં આવ્યું છે તે તરફ આપણું લક્ષ દોડાવીએ. પોતાના રહેઠાણના ઘરને જવા આવવાનાં અનેક કારો ન હોવાં જોઇએ, એવું વિશેષ ફરમાન કર્યું છે. ઘણાં કારો હોવાથી પોતાનાં