________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
રહેતા હોઇએ તે દેશના જે જે પ્રસિદ્ધ અને લોકમાન્ય આચારો હોય તે સમ્યક્ પ્રકારે આચરવા એ ખાસ જરૂરનું છે. તે કારણથી જ ઉપર જણાવ્યા મુજબનું પાંચમું વિશેષણ આપવામાં આવેલું છે, અને આપણે તે પ્રમાણે વર્તન રાખવું જોઇએ એ યોગ્યતાનું સૂચક છે.
માર્ગાનુસારીનું છઠ્ઠું વિશેષણ પ્રવર્ણવાની નવગપિ રાનાવિપુ વિશેષતઃ એ પ્રકારનું આપવામાં આવેલું છે. વર્ણવાવ નો અર્થ અપ્રશંસા, અશ્લાઘા, નિંદા ઇત્યાદિ કરવામાં આવે છે. જે અઢાર પાપસ્થાનક શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલાં છે અને જેની આલોચના દરરોજ ઉભયકાળ-સવારે અને સાંજે-પ્રતિક્રમણ કરતી વખતે કરવામાં આવે છે તે માંહેના સોળમાં પરપરિવાદ નામનાં પાપસ્થાનમાં એનો સમાવેશ થાય છે. દરેક ધર્માભિલાષી પુરૂષ એનો ત્યાગ કરવોજ જોઇએ. ગુણવાન પુરૂષોની પ્રશંસા કરવી અને નિર્ગુણી ઉપર માધ્યવૃત્તિ રાખવી એ માર્ગ સદાકાળ આપણા આત્માને ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરાવી શકે છે. કોઇ પણ પુરૂષનો અવર્ણવાદ બોલવાથી તેના ખરા અથવા આપણે ખોટી રીતે માની લીધેલા અવગુણો સાથે આપણી જાતને આપણે સંસકત કરીએ છીએ અને તેમ કરવાનું પરિણામ એટલું જ આવે છે કે આપણામાં તે અવગુણોની અસર ધીમે ધીમે પ્રસરતી જાય છે અને અન્તે આપણે પોતેજ તે અવગુણોનું આવાસસ્થાન થઇ પડીએ છીએ. આ અનિષ્ટ ફળ ઉપરાંત જે પુરૂષનો અવર્ણવાદ આપણે કરીએ છીએ તે પુરૂષની સ્વભાવિક રીતે આપણા ઉપર દ્વેષયુકત લાગણી થાય છે અને તે વધતાં વધતાં પરસ્પર વૈરભાવ ઉત્પન્ન થઇ અનેક ભવોમાં તેના દુ:ખદાયક પરિણામ આપણે સહન કરવાં પડે છે. અવર્ણવાદરૂપ દોષ એટલો બધો પ્રાબલ્યવાળો છે કે તેના પ્રસંગે બીજા સર્વ પ્રકારના પાપસ્થાન આપોઆપ આપણી ચોમેર તેની મદદમાં વીંટલાઇ રહે છે, અને આભવ અને પરભવમાં આપણું હરેક પ્રકારનું અનિષ્ટ સહેલથી કરવાને સમર્થ થાય છે. તેટલા માટે ખાસ જરૂરનું છે કે કોઇ પણ પુરૂષનો ગુણી અથવા નિર્ગુણી, નાના
૭૯