________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
છે. આપણા ચિત્તની વૃત્તિ એ પ્રકારની સખવાથી ઉત્તરોત્તર આપણે વિશેષ ગુણ પ્રાપ્ત કરવાને સમર્થ થઇએ છીએ. ગૃહસ્થ હોવાથી અનેક પ્રસંગો એવા આવી પડે છે કે તે વેળાએ અશુદ્ધ આચરણ કર્યા વગર આપણો છુટકારો થતો નથી. પરંતુ જો આપણી વૃત્તિ તેવા આચરણોથી હંમેશા ડરતા રહેવાની હોય અને મનમાં એવા ભાવ રહેતા હોય કે કયારેને આવા વર્તનથી હું વેગળો રહેવાને સમર્થ થાઉં તો તે આચરણોથી કર્મબંધ મજબૂત થઇ શકશે નહીં. વંદિતા સૂત્રમાં સ્પષ્ટ જણાવેલું છે કે
सम्मद्दिट्ठी जीवो, जइवि हु पाचं समायरइ किंचि । __ अप्पोसि होइ वंधो, जेण ल निदधसं कुणइ ।। तं पि हु सपडिक्कमणं, सप्परिआवं सउत्तरगुणं च । खिप्पं उवसामेइ, वाद्दिव्व सुसिखिओ विज्जो ।।
“સખ્યદ્રષ્ટિ જીવ જોકે કિંચિત્ પાપ કરે છે તોપણ તેને બંધ થોડો થાય છે કારણ કે તેના પરિણામ નિર્દય હોતા નથી. તે અલ્પ કર્મબંધ પણ પ્રતિક્રમણ ક્રિયાથી, પશ્ચાત્તાપ કરવાથી અને ઉત્તર ગુણ સહિત થઇને એટલે ગુરૂ પાસે પ્રાયશ્ચિત લઇ તે પૂર્ણ કરવાથી, જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને શાંત કરે છે તે મુજબ તે પુરૂષ નિશ્ચયપણે જલદીથી શાન્ત પમાડે
માટે હંમેશા પાપથી ડરતા સ્વભાવવાળો ગૃહસ્થ ચીકણો કર્મબંધ જે કે ભોગવવાથીજ ઉપશાન્ત થાય છે તેવો કદી બાંધતોજ નથી. પરંતુ તેનો કર્મબંધ ઘણોજ અલ્પ હોય છે અને તે અમુક ક્રિયાથી નાશ કરી શકાય છે. આ સ્વભાવ હંમેશ કાયમ રાખવો એ દરેક ધર્મની વાંછા રાખનાર મનુષ્યને જરૂરનું છે.
- પાંચમુ વિશેષણ પ્રસિદ્ધ દેશાવારં સમાવરન્ એવું આપવામાં આવ્યું છે. અન્ય જનો આપણી નિંદા કરે નહીં અને તેથી આપણી અને આપણા ધર્મની હલકાઇ ગણાય નહીં અને આપણને અનેક પ્રકારનો પરિતાપ ન થતાં આપણી ધર્મક્રિયા સુખરૂપ બની રહે તેટલા માટે જે દેશમાં આપણે