________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૧
૭૭ કરીએ છીએ તે એટલાજ હેતુથી કે આપણે પણ તેમના જેવા દ્રઢવતવાળા થઇએ, માટે આપણા આચારવિચારની શુદ્ધિ કરવા અર્થે ઉત્તમ અને શ્લાઘનીય આચારવિચાર ધરાવનાર મહાપુરૂષોની હમેશ આપણે પ્રશંસા કરવી એ માર્ગાનુસારીનો બીજો ગુણ છે અને તે પ્રાપ્ત કરવા આપણે પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ.
pભીલ સમૈ: 3mગોત્રજૈઃ સાઈ કૃતોદ્વાદઃ એ પ્રકારનું ત્રીજું વિશેષણ માર્ગાનુસારીને આપેલું છે. ગૃહસ્થધર્મમાં પોતાના સગા સંબંધી તરફની કોઇપણ પ્રકારની હરકત આવે નહિ અને રૂડી રીતે તે પાણી શકાય તેટલા માટે આ ગુણ અવયનો છે. સ્ત્રી“તારનું કુળ અને શીલ સરખા દરજ્જાનાં હોય તો તેઓનો બનાવ સારી રીતે રહે છે અને તેમને પોતાને તેમજ તેમના વડીલોને આ બન્ને વિષમ હોવાથી જે વિપત્તિઓ સહન કરવી પડે છે તે સહન કરવી પડતી નથી. સ્વગોત્રીયની સાથે વિવાહ કરવાથી પણ અનેક પ્રકારનાં દૂષણો શાસ્ત્રમાં દર્શાવેલાં છે અને સઘળી આર્યપ્રજા એવા પ્રકારનો સંબંધ કરવો અયોગ્ય ગણે છે. માટે આપણો ગૃહસ્થધર્મ નિવિખે પાળી શકીએ તેટલા માટે સરખાં કુળ અને શીખવાના અન્યગોત્રીયની સાથે વિવાહિત થવાનો ગુણ આપણે પ્રાપ્ત કરવો જોઇએ. આ ગુણ પ્રાપ્ત કરવા માટે આધુનિક કાળની વિવાહપદ્ધતિ જોતાં પોતાના પુત્રપુત્રીના હિતાર્થે માબાપને વિશેષ ધ્યાન આપવાનું છે. કન્યાવિક્રય કરનારાઓ અને કન્યા વિક્રીત લાવનારાઓ વિવાહિત જોડાને આ ગુણથી હંમેશને માટે મોટે ભાગે દૂર રાખે છે અને તેને પરિણામે પોતાને માટે અને વિવાહિત જોડાને માટે હંમેશનું દુઃખ માથે વ્હોરે છે. ગૃહસ્થધર્મની અભિલાષા ધારણ કરનાર દરેક સને આ ગુણ પ્રાપ્ત કરવા ઉદ્યમવંત થવું જોઇએ.
ચોથું વિશેષણ પાપભીરુ એવું આપેલું છે. જે કર્મ પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે અનેક પ્રકારના અપાયનું કારણ થાય છે તે પાપકર્મ કહેવાય છે, તે થકી હંમેશા ભીરૂ એટલે ડરતા રહેવું એ ખરેખર અવશ્યનું